Western Times News

Gujarati News

મિકા સિંહ ઉમર રિયાઝની ગર્લફ્રેન્ડને દુલ્હન બનાવશે

મુંબઈ, બોલિવૂડના લોકપ્રિય સિંગ મિકા સિંહનો નવો શો સ્વયંવર- મીકા દી વોટી દર્શકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. આ શૉના માધ્યમથી મિકા સિંહ પોતાની લાઈફ પાર્ટનરને શોધી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, હવે આ રિયાલિટી શૉમાં એક નવી વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી થવાની છે. આ વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી બીજા કોઈની નહીં પણ બિગ બોસ ફેમ ઉમર રિયાઝની કથિત ગર્લફ્રેન્ડની હશે.Umar Riaz’s alleged girlfriend Manpreet Kaur is all set to make an entry in Mika Singh’s Swayamvar

પ્રાપ્ત જાણકારી અનુસાર, ઉમર રિયાઝની કથિત ગર્લફ્રેન્ડ મનપ્રીત કૌર હવે મિકા સિંહના સ્વયંવરમાં એન્ટ્રી કરવાની છે. આ શૉમાં અત્યારે પણ ઘણી સુંદર યુવતીઓ છે, જે લગ્ન માટે મિકા સિંહને ઈમ્પ્રેસ કરવાનો પ્રયત્ન કરી રહી છે. શૉમાં ભાગ લેનારી તમામ કન્ટેસ્ટન્ટ્‌સ મિકા સિંહને ખુશ કરવાનો પ્રયત્ન કરી રહી છે.

આ શૉના માધ્યમથી મિકા સિંહ પોતાના માટે દુલ્હન શોધી રહ્યો છે. આ શૉ સાથે જાેડાયેલા એક સૂત્રએ જણાવ્યું કે, ઉમર રિયાઝની કથિત ગર્લફ્રેન્ડ મનપ્રીત કૌરે આ શૉ માટે શૂટિંગની શરુઆત કરી દીધી છે. સૂત્રએ વધુમાં જણાવ્યું કે, મનપ્રીત કૌર મિકા સિંહને ઈમ્પ્રેસ કરવા માટે ઘણી ઉત્સુક છે. તેની એન્ટ્રી વાઈલ્ડકાર્ડ કન્ટેસ્ટન્ટ તરીકે થવાની છે. ટીવી શૉના નવા પ્રોમોમાં મનપ્રીતની ઝલક બતાવવામાં આવશે.

 

View this post on Instagram

 

A post shared by Manpreet kaur (@manpreet___kaur__)

તમને જણાવી દઈએ કે મનપ્રીત કૌરને ટીવી શૉ લવ સ્કૂલમાં જાેવામાં આવી હતી. સની ચીમા સાથે તે આ ટીવી શૉની ચોથી સિઝનમાં જાેવા મળી હતી. અહીં તેમણે એકસાથે સમય પસાર કર્યો હતો અને રિલેશનશિપમાં પણ હતી. ત્યારપછી તેમનું બ્રેકઅપ થઈ ગયુ હતું.

મનપ્રીત કૌરને કપિલ શર્માના કોમેડી શૉ ધ કપિલ શર્મા શૉમાં પણ જાેવામાં આવી હતી. મિકા સિંહે તાજેતરમાં જ પોતાના શૉ દરમિયાન ખુલાસો કર્યો કે એક સમયે તે પોતાની એક ફેનને ડેટ કરી રહ્યો હતો. જે ઘણી સુંદર હતી. મિકા તેની સાથે પોતાનું ભવિષ્ય વિચારવા લાગ્યો હતો.

પરંતુ તેણે પોતાની ગર્લફ્રેન્ડને આ વાત નહોતી જણાવી. ફોનમાં તેણે રાકેશ અને રાજેશ નામથી નંબર સેવ કર્યો હતો. એક વાર આ નંબર પરથી અવારનવાર ફોન આવ્યો તો ગર્લફ્રેન્ડે જબરદસ્તી ફોન ઉપાડવાનુ કહ્યું. અને પછી હકીકતની જાણ થતા મિકાને લાફો ઝીંકી દીધો હતો. મિકા જણાવે છે કે, લાફો ખાધા પછી મને મારી ભૂલ સમજાઈ ગઈ. ત્યારપછી હું સંબંધો પ્રત્યે પ્રામાણિક બની ગયો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.