૧૨ઃ૩૯ વિજય મુહર્તમાં પૂર્વ મંત્રી રમણભાઈ પાટકરે ભરેલુ ઉમેદવારી ફોર્મ
(પ્રતિનિધિ)ઉમરગામ, ૧૮૨ ઉમરગામ વિધાનસભાના ભાજપના ઉમેદવાર અને પૂર્વ મંત્રી રમણભાઈ પાટકરે ધોડીપાડા સાંસ્કૃતિક હોલ ખાતે કાર્યકર્તાઓથી ખીચોખીચ ભરેલા હોલમાં સભાને સંબોધી હતી તેઓએ જણાવ્યું હતું કે પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂક્યો છે
તેમાં હું ખરો ઉતરીશ અને કાર્યકર્તા સમર્થકો ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વમાં જંગી બહુમતીથી કમળ ખીલશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો ત્યાર બાદ સમર્થકોના જંગી કાફલા સાથે ડી.જે.ના તાલે વાજતે ગાજતે રેલી રૂપે મરોલી ચાર રસ્તા કોસ્ટલ હાઇવે થઈ ઉમરગામ મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા.
સાંસ્કૃતિક હોલ ધોડીપાડા ખાતે રમણભાઈ પાટકરને ભાજપ સંગઠન ના હોદ્દેદારો વિવિધ ગામોમાંથી પધારેલા કાર્યકર્તાઓ,શુભેચ્છકો, તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યો સરપંચશ્રીઓએ પુષ્પગુચ્છ આપી શુભકામના પાઠવી હતી અને મહિલા કાર્યકર્તાઓ એ વિજય તિલક કરી વિજય પતાકા લહેરાવવા માટે આશીર્વાદ આપ્યા હતા
આ પ્રસંગે વલસાડ જિલ્લા પંચાયત ના પ્રમુખ અલકાબેન શાહ વલસાડ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ અધ્યક્ષ અને ૧૮૨ વિધાનસભાની ચૂંટણી ઇન્ચાર્જ મુકેશભાઈ પટેલ જિલ્લા પંચાયત સભ્ય ભરતભાઈ જાદવ, દિપકભાઈ મિસ્ત્રી, જીગ્નેશભાઈ મરોલીકર ૧૮૨ વિધાનસભાના પ્રભારી કરસનભાઈ ટીલવા ભારતીય જનતા પાર્ટી વલસાડ જિલ્લાના મહામંત્રી કમલેશભાઈ પટેલ મંત્રી વર્ષાબેન રાવલ
મહારાષ્ટ્ર દહીસરના પ્રવાસી કાર્યકર્તા ધારાસભ્ય મનિષાબેન ચૌધરી,પ્રભારી હિતેશભાઈ ફળદુ તાલુકા પંચાયત ઉંમરગામના પ્રમુખ રમેશભાઈ ધાંગડા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા રમણભાઈ પાટકર વિશાળ કાફલા સાથે ગામે ગામ લોકોનું અભિવાદન ઝીલતા ઉમરગામ પહોંચ્યા હતા અને પોતાનું ફોર્મ મામલતદારશ્રીને સુપ્રત કરી પોતાની ઉમેદવારી નોંધાવી હતી.