વિદાય વચ્ચે ઉમરગામમાં ૪.૨૪ ઇંચ વરસાદ ખાબક્યો
અમદાવાદ, રાજ્યના કચ્છમાંથી વરસાદની વિદાયની સત્તાવાર જાહેરાત થઇ ગઇ છે. ત્યારે ચોમાસાના વિદાયની વિધિવત પ્રારંભ થઇ ગયો છે. આ સાથે હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં ૨૩ અને ૨૪ જૂનના શુક્રવાર અને શનિવારે ભારે વરસાદ વરસશે.
આગાહી પ્રમાણે, આ બે દિવસોમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છે. જેના કારણે જામનગર, દેવભૂમિ દ્વારકામાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્ય પર વરસાદની વધુ એક સિસ્ટમ સક્રિય થતાં મેઘરાજા જતાં-જતાં પણ જમાવટ કરી જશે.
હવામાન વિભાગે ૨૩ અને ૨૪ સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે ૨૩મી સપ્ટેમ્બરે અમદાવાદમાં છુટાછવાયો વરસાદ રહેશે. વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યાં જ આજે બારડોલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. વાંકાનેર, અલ્લું બોરિયા સહિત અનેક ગ્રામ્ય વિસ્તારમાં સારો એવો વરસાદ વરસ્યો છે.
ત્યાં જ કચ્છમાંથી ચોમાસાની વિદાયની સત્તાવાર જાહેરાત થઇ ગઇ છે. આ વર્ષે ચોમાસાએ દક્ષિણ ગુજરાતમાંથી ધમાકેદાર અંદાજમાં એન્ટ્રી કરી હતી. અને ધોધમાર વરસાદથી રાજ્યના મોટાભાગના વિસ્તારોને ધમરોળ્યા હતા. હવે ચોમાસુ કચ્છમાંથી વિધિવત રીતે વિદાય લઈ રહ્યું હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.
છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૧૩ તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વલસાડના ઉમરગામમાં ૪.૨૪ ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પારડીમાં ૩.૫૨, વાપીમાં ૩.૧૨, તાપીના વલોડ, વધઇ, કપરાડા, ઉમરપાડામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં આ વખતે ચાર મહિના જેટલો વરસાદ નોંધાયો છે. જે બાદ હવે ગુજરાતમાંથી ચોમાસાની વિદાયનું કાઉન્ટ ડાઉન શરૂ થયુ છે. નૈઋત્યના ચોમાસાએ મંગળવારે કચ્છમાંથી વિદાય લીધી છે. હવે આવનારા દિવસોમાં રાજ્યના અન્ય ભાગમાંથી પણ ચોમાસું વિદાય લેશે. ગુજરાતમાં આ વખતે ૩૯.૪૩ ઈંચ સાથે મોસમનો ૧૧૮ ટકા વરસાદ નોંધાયો છે.SS1MS