Western Times News

Gujarati News

વિરપુરના ઉમરીયા ગામે આઝાદી પછી પ્રથમ વખત ગામનો નવો માર્ગ બનશે

૫૭.૫૫ લાખ ખર્ચે ગામનો નવીન રોડ નિર્માણ કરવામાં આવતા ગ્રામજનોમાં ખુશી

(પ્રતિનિધિ) વિરપુર, વિરપુર તાલુકાના ઉમરીયા ગામને જાેડતા રોડની કામગીરી આઝાદી પછી પહેલી વખત શરૂ કરવામાં આવી છે અહીં ખેડુતો અને વિધાર્થીઓ મસમોટા ખાડાઓ તેમજ ધુળીયા રોડમાંથી છુટકારો મળતાં ગામમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે ઉમરીયા ચોકડીથી ગામમાં જવાનો માર્ગ અંદાજીત એક કીમી છે જે જવાનો રસ્તો કાચો અને ધુળીયો હતો ચોમાસાની ઋતુ દરમિયાન આ કાચા રસ્તા પર વરસાદી પાણી ભરાઇ જતું હતું આથી ગામના ખેડૂતો, રાહદારીઓ અને શાળાએ જતાં નાના બાળકો ભારે હાલાકી વેઠવી પડતી હતી આ રોડ બનાવવા માટે સ્થાનિક ગ્રામજનોએ છેલ્લા ૩૦ વર્ષથી અનેકવાર લેખિત તેમજ મૌખિક સંબંધિત વ્યક્તિઓને રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં રોડની કામગીરી હાથ ધરવામાં આવતી ન હતી તાજેતરમાં મુખ્યમંત્રી સડક યોજના હેઠળ ૫૭.૫૫ લાખના ખર્ચે ડામર રોડ મંજૂર કરવામાં આવ્યો છે છેલ્લા એક માસથી ડામર રોડની કામગીરી ચાલુ કરવામા આવતા ગ્રામજનો અને વિધાર્થીઓમાં ખુશી વ્યાપી જવા પામી હતી.

વિરપુર થી ડેભારી રોડ પર? આવેલ ઉમરીયા ગામને જાેડતા રોડની માંગણી છેલ્લા પાંચ વર્ષથી એક સરપંચ તરીકે મેં આવાર નવાર સાસંદ સભ્ય તેમજ ધારાસભ્ય સહિતના અનેક હોદેદારોના લેટર પેડ પર તેમજ ગ્રામ પંચાયતના લેટર પેડ પર અનેક રજુઆતો કરવામાં આવી છે ત્યારે વર્ષના છેલ્લા મહિનામાં મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત અમારા ગામને જાેડતા રોડની માંગણી સ્વીકારી લેવામાં આવી છે અને રોડની કામગીરી હાલ ચાલુ કરી દેવામાં આવી છે સરકાર દ્વારા અમારી વર્ષો જુની માંગણી સ્વીકારી તે બદલ સરકાર તેમજ વહીવટી તંત્રનો આભાર ઃ દક્ષાબેન પગી ભરોડી ગ્રામ પંચાયત સરપંચ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.