વિરપુરના ઉમરિયા ખાતે આવેલ પ્રાથમિક શાળાના ઓરડા જર્જરિત હાલતમાં
(તસ્વીરઃ પૂનમ પગી, વિરપુર) વિરપુર ના ઉમરિયા ખાતે આવેલ પ્રાથમિક શાળા ના ઓરડા જર્જરિત હોવાથી શિક્ષકો દ્વારા અન્ય વૈકલ્પિક જગ્યા એ બાળકો ને શિક્ષણ આપી રહ્યા છે જેને લઇ બાળકો ના વાલી પોતાના બાળકો ના ભાવિ અને તેમના શિક્ષણ ને લઇ ચિંતા મા મુકાયા છે.
આધુનિક , કોમ્પુટર અને ડિજિટલ ભારત ના યુગ મા વિરપુર તાલુકાના ઉમરિયા ગામે ૬૨ વિદ્યાર્થીઓ બહાર ખુલ્લા મા અને અન્ય પ્રાઇવેટ ઘર ના આંગણે ભણવા મજબૂર બન્યા છે. ઉમરિયા મા ધોરણ ૧થી ૫ ચાલતી સરકારી સ્કૂલ ના ઓરડા છેલ્લા બે વરસ થી જર્જરીત હાલત મા જેમાં એક ઓરડો ઇલેક્શન બુથ નો છે
જેમાં ઇલેક્શન કમિશ્નર ની મંજૂરી ના અભાવે તે ઓરડો પણ ખંડેર હાલત મા ફેરવાઈ ગયો છે આમ ઉમરિયા ની શાળા ના ઓરડા જર્જરિત બનતા શાળા ના બાળકો ને બે વરસ થી અન્ય વૈકલ્પિક વ્યવસ્થા ના ભાગરૂપે શાળા ની બહાર અને પ્રાઇવેટ મકાન ના આંગણે બાળકો તેમના ઉજળા ભવિષ્ય નો પાયો મજબૂત કરવા મજબૂર બન્યા છે
બાળકો ને શાળા ને અનુરૂપ વાતાવરણ ન મળતા બાળકો ના કુમળા અને નાજુક માનસ પર ખૂબ વિપરીત અશર વર્તાઈ રહી છે તેમના અભ્યાસ ઉપર ખૂબ ગંભીર અને માઠી અશર દેખાઈ આવતા બાળકો ના વાલી ચિંતિત બન્યા છે અને બાળકો ના ઉજ્વળ ભવિષ્ય અને કારકિર્દી માં અડચણ રૂપ હોવાથી વહેલી તકે ઉમરિયા ની સરકારી શાળા નું નવનિર્માણ થાય તેવી સ્થાનિકો અને બાળકો ના વાલીઓ ની ઉગ્ર માંગણી ઉઠવા પામી છે.