ખેડબ્રહ્મા કોલેજમાં ઉમાશંકર જાેશીની જન્મ જયંતી ઉજવાઈ
(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) ડી.ડી. ઠાકર આર્ટ્સ અને કે. જે. પટેલ કોમર્સ કોલેજ ખેડબ્રહ્મામાં ગુજરાતી વિભાગ દ્વારા તારીખ ૨૧- ૭- ૨૩ ના રોજ પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ઉભાશંકર જાેશી ની જન્મ જયંતી ઉજવવામાં આવી.
કાર્યક્રમનો આરંભ ઉમાશંકર જાેશી નું ગીત “ગીત અમે ગોત્યું “માનસી એન્ડ ગ્રુપે સંગીત સાથે સુંદર ગામથી કરાયું હતું. આ પછી કોલેજના પ્રિન્સીપાલ ડો. વી.સી. નીનામા સાહેબનું શાબ્દિક પ્રવચન રહ્યું ત્યારબાદ મહેમાનોનું સ્વાગત કરાયું આ પછી વિભાગ અધ્યક્ષ મંજુ કે. ખેર દ્વારા પીપીટી પર ઉમાશંકર જાેશી ની જીવન જલક રજૂ કરાઈ.
આ પછી મુખ્ય વક્તા પ્રો. જિમલ એચ પટેલે કાલાતીન ઉમાશંકર વિશેના અનુસંધાને ઉમાશંકરના વિશ્વ શાંતિ કવિતાની ખૂબ જ ગહનતાથી અને રોચક રીતે રજૂ કરાઈ. આ પછી ઉમાશંકર જાેશીનું જાણીતું ગીત ભોમિયા વિના સેમ પાંચની વિદ્યાર્થીની જ્યોતિ અને ગ્રંથપાલ શ્રી એચ એચ ચૌહાણ દ્વારા ગવાયું હતું.
સમગ્ર કાર્યક્રમ સંચાલન ગુજરાતી વિભાગના પ્રા. પ્રિયંકા ખરાડીએ કર્યું હતું અને આભાર વિધિ સેમ પાંચની માનસી પટેલે કરી હતી. આ કાર્યક્રમ પછી કોલેજ ગ્રંથાલયમાં ઉમાશંકર જાેશી ના પુસ્તકોનું પ્રદર્શન નિહાળવામાં આવ્યું હતું.