ઉમેશ પાલ હત્યાકાંડ:અતીકના દીકરાએ પોલીસને ખોટી સાબિત કરવા બનાવ્યો હતો જાેરદાર પ્લાન
ઉમેશ હત્યાકાંડમાં પોલીસની થિયરીને ખોટી સાબિત કરવા માટે અસદે પોતાનો મોબાઈલ અને એટીએમ લખનૌમાં રહેતા તેના મિત્રને આપી દીધો હતો
ઉમેશ પાલ હત્યાકાંડમાં અતીકના દીકરા અસદે પોલીસને ખોટી સાબિત કરવા બનાવ્યો હતો જાેરદાર પ્લાન
પ્રયાગરાજ, પ્રયાગરાજમાં ૨૪ ફેબ્રુઆરીના રોજ ઉમેશ પાલની ગોળીઓ મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યાકાંડને અંજામ આપતા પહેલાં અતીક અહેમદના દીકરા અસદે બચવા માટે ફૂલપ્રૂફ પ્લાન બનાવ્યો હતો. અસદે ઉમેશ પાલની હત્યા સમેયે પોતાનો ફોન લખનૌમાં પોતાના દોસ્તને વાપરવા માટે આપી દીધો હતો. Umesh Pal murder case Atik Ahmed’s son made a big plan
એટલું જ નહીં અસદના આ મિત્રએ એ સમયે લખનૌમાં અસદના એટીએમથી રુપિયા પણ ઉપાડ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, ઉમેશ પાલની હત્યા સમયે અસદનો મોબાઈલ અને એટીએમ તેની પાસ નહોતા. તેણે પોતાનો મોબાઈલ અને એટીએમ લખનૌમાં પોતાના મિત્ર આતિન ઝફરને આપી દીધા હતા. ઉમેશ પાલની હત્યાના સમયે આતિન ઝફરે મોબાઈલ અને એટીએમનો ઉપયોગ કર્યો હતો.
ખરેખરમાં અસદ એવું ઈચ્છતો હતો કે, જાે હત્યાકાંડમાં તેનું નામ આવે તો તે કોર્ટમાં મોબાઈલ અને એટીએમના એ પુરાવાનો ઉપયોગ કરીને લખનૌમાં પોતાની હાજરી સાબિત કરી શકે. ઉમેશ પાલની હત્યા દરમિયાન અસદનો ચહેરો કોઈ ઓળખી ન શકે એટલે તેના માટે મંકી કેપ મંગાવવામાં આવી હતી. પોલીસે આ મંકી કેપ ઘટના સ્થળેથી કબજે કરી હતી. અતીક અને અશરફે સૂચના આપી હતી કે હત્યાકાંડ વખતે અસદ કારમાંથી નીચે નહીં ઉતરે અને જાે તે ઉતરે તો મંકી કેપ પહેરીને જ ફાયરિંગ કરશે, પરંતુ અસદે જાણીજાેઈને મંકી કેપ પહેરી નહોતી.
તે ઈચ્છતો હતો કે, સીસીટીવી કેમેરામાં તેની તસવીર કેદ થાય. જેથી તમામને ખબર પડે કે ઉમેશને તેણે માર્યો છે. અસદના મનમાં એવું ચાલી રહ્યું હતું કે, તે કંઈક એવું કરે કે જેથી પિતા અને કાકાની નજરમાં તેની શાખ વધી જાય. આતિન ઝફર અતીક અહેમદના ખૂબ જ નજીકના ગણાતા ઝફરુલ્લાહનો દીકરો છે. ઝફરુલ્લાહ અતીક અહેમદના દીકરા ઉમરની સાથે લખનૌ જેલમાં બંધ હતો.
દેવરિયા જેલમાં મોહિત જયસ્વાલ અપહરણકાંડમાં ઉમેરની સાથે ઝફરુલ્લાહની પણ ધરપકડ કરવામાં આવી હરતી. પોલીસે આતિનના ઈશારે અસદનો મોબાઈલ ફોન પણ કબજે કર્યો છે. ઉમેશ પાલની હત્યા બાદ અતીકે કહ્યું હતું કે, તે છેલ્લાં ૧૮ વર્ષથી શાંતિથી ઊંઘ્યો નથી. સૂત્રોનો દાવો છે કે, ઉમેશ પાલની હત્યા બાદ પત્ની શાઈસ્તાએ અતીક અહેમદને સાબરમતી જેલમાં ફોન કર્યો હગતો.
અસદનું નામ અને ફૂટેજ સામે આવ્યા બાદ શાઈસ્તાએ અતીક અહેમદ સામે નારાજગી વ્યક્ત કરી હતી. ફોન પર શાઈસ્તાએ રડતાં અવાજે કહ્યું હતું કે, અસદ બાળક છે, તેને આ મામલામાં વચ્ચે લાવવા જેવો નહોતો. સૂત્રોના જણાવ્યા મુજબ, અતીકે કહ્યું હતું કે, અસદના કારણે જ તે ૧૮ વર્ષ બાદ શાંતિથી ઊંઘી શક્યો છે. ઉમેશ પાલના કારણે તેની ઊંઘ હરામ થઈ ગઈ હતી. અતીકે એવું પણ કહ્યું હતું કે, અસદ સિંહનો દીકરો છે, તેણે સિંહો જેવું કામ કર્યુ છે.ss1