Umesh Pal Murder Case :આરોપી અરબાઝનું એન્કાઉન્ટર
પ્રયાગરાજ, પ્રયાગરાજમાં ઉમેશ પાલ હત્યાકાંડમાં પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. હત્યાકાંડમાં વધુ એક આરોપીનું પોલીસે એકાઉન્ટર કર્યુ છે. એન્કાઉન્ટરમાં વિજય કુમાર ઉર્ફે ઉસ્માન ચૌધરીને પોલીસે ઠાર માર્યો છે.
કહેવામાં આવી રહ્યું છે કે, ઉસ્માને જ ઉમેશ પાલને પહેલી ગોળી મારી હતી. પ્રયાગરાજના કોંધિયારા વિસ્તારમાં આ એન્કાઉન્ટર થયું હતું. આ દરમિયાન ઉસ્માન ચૌધરીને ગોળી વાગી હતી. તેને ઘાયલ અવસ્થામાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. Umesh Pal Murder Case : Encounter of accused Arbaaz involved in Umesh murder
જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મહત્વનું છે કે, ઉમેશ પાલ હત્યાકાંડમાં આ બીજુ એન્કાઉન્ટર છે. આ પહેલાં પોલીસે અતીક અહમદના નજીકના અરબાજને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો. ઉમેશ પાલની હત્યામાં જે ક્રેટા કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એ કાર અરબાજ જ ચલાવી રહ્યો હતો.
અરબાજ અતીક અહમદની કાર પણ ચલાવતો હતો. પ્રયાગરાજમાં ૨૪ ફેબ્રુઆરીના રોજ ઉમેશ પાલ અને તેના ગનરની બદમાશોએ ગોળી મારીને હત્યા કરી હતી. ઉમેશ પાલ રાજુપાલ હત્યાકાંડમાં સાક્ષી હતો. ઉમેશ જ્યારે કારમાંથી ઉતર્યો કે તરત જ બદમાશોએ તેના પર ફાયરિંગ કર્યુ હતુ.
આ દરમિયાન તેનું અને તેના ગનરનું ગોળી વાગવાથી મોત નીપજ્યું હતું. બદમાશોએ આ હત્યાકાંડને ૪૪ સેકન્ડમાં જ અંજામ આપ્યો હતો. ઉમેશ પાલની હત્યાનો આરોપ અતીક અહમદ પર લાગ્યો હતો. અતીક હાલ સાબરમતી જેલમાં બંધ છે. પોલીસને શંકા છે કે જેલમાં રહેતા જ અતીકે મર્ડરનું સમગ્ર ષડયંત્ર રચ્યુ હતુ. ખરેખરમાં અતીક અહમદ રાજુપાલ હત્યાકાંડનો મુખ્ય આરોપી છે.
ઉમેશ પાલ રાજુપાલ હત્યાકાંડનો સાક્ષી હતો. પોલીસે ઉમેશ પાલની પત્ની જયાની ફરિયાદ પર કેસ નોંધ્યો હતો. પોલીસે અતીક અહમદની સાથે અતીકના ભાઈ, પત્ની શાઈસ્તા પરવીન, અતીક અહમદના બે દીકરા અને અન્ય વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.SS1MS