ઉમેશ પાલનો ફોટો અતીકના વકીલે અસદને મોકલ્યો હતો
પ્રયાગરાજ, દેશના બહુચર્ચિત ઉમેશ પાલ હત્યાકાંડમાં એક મોટો ખુલાસો થયો છે. અસદના મોબાઈલ પર વકીલ ખાન સૌલત હનીફે ઉમેશ પાલનો ફોટો મોકલ્યો હતો. આના પુરાવા પણ મળ્યા છે. આ જ ફોટો અતીકના દીકરા અસદ અહેમદે અન્ય શૂટર્સને મોકલ્યો હતો. આવા ઘણાં બધા પુરાવા પણ મળ્યા છે. Umesh Pal Murder Case Shocking Revelation
ઉમેશ પાલ હત્યાકાંડ મામલે અતીક અહેમદના ખૂબ જ નજીકના ગણાતા વકીલ ખાન સૌલત હનીફ ૧૪ દિવસની જ્યુડિશિલય કસ્ટડીમાં છે. પોલીસે સેન્ટ્રલ જેલ નૈનીમાં જઈને વકીલ ખાન સૌલત હનીફની પૂછપરછ પણ લગભગ પૂરી કરી લીધી છે. ત્યારે હવે ઉમેશ પાલ હત્યાકાંડમાં વધુ ચોંકાવનારા ખુલાસા પણ થઈ શકે છે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત જાણકારી મુજબ, ખાન સૌલત હનીફથી અસદના મોબાઈલ પર ઉમેશ પાલનો ફોટો કેમ મોકલવામાં આવ્યો ત્યાંથી લઈને હવાલાના પૈસા કનેક્શન, અતીક અહેમદના આતંકી કનેક્શન સુધી લગભગ બે ડઝન જેટલાં સવાલો પૂછવામાં આવ્યા હતા.
ઉમેશ પાલ હત્યાકાંડમાં ખાન સૌલત હનીફની મહત્વની ભૂમિકા અને અન્ય આરોપીઓ વિશે મોટી જાણકારી મળી છે. વધારે સાક્ષીઓના સંકલન માટે પોલીસ ટૂંક સમયમાં સીજેએમ કોર્ટમાં ખાન સૌલત હનીફની કસ્ટડી રિમાન્ડની માગ કરી શકે છે. વ્યવસાયે વકીલ ખાન સૌલત હનીફ માફિયા અતીક અહેમદના ખૂબ જ નજીકના વકીલોમાંનો એક હતો.
ઉમેશ પાલ કિડનેપિંગ કેસમાં અતીક અહેમદ, દિનેશ પાસી અને વકીલ ખાન સૌલત હનીફને ૨૮ માર્ચ, ૨૦૨૩ના રોજ સશ્રમ આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી હતી. બસ ત્યારથી તે સેન્ટ્રલ જેલ નૈનીમાં બંધ છે. પોલીસે સીજેએમ કોર્ટમાં ઉમેશ પાલ હત્યાકાંડ મામલે ખાન સૌલત હનીફની પૂછપરછ માટે ૧૪ દિવસના પોલીસ રિમાન્ડની માગ કરી હતી. જેના પર સીજેએમ કોર્ટે ખાન સૌલત હનીફની ૧૪ દિવસની જ્યુડિશિયલી કસ્ટડી માટે કોર્ટને આદેશ આપ્યો હતો.
૧૦ મેના રોજ જ્યુડિશિયલી કસ્ટડી પૂરી થશે, પરંતુ એ પહેલાં પોલીસ કસ્ટડી રિમાન્ડ લઈ શકે છે. બીજી મહત્વની વાત એ છે કે, જ્યારે ઉમેશ પાલની હત્યા કરવામાં આવી ત્યારે એ સમયના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. જેમાં ગુડ્ડુ મુસ્લિમ બોમ્બબાજી કરતો કેદ થયો હતો. આ હત્યાકાંડ બાદ ગુડ્ડુ મુસ્લિમ ફરાર છે અને પોલીસ તેને શોધવા માટે આકાશ પાતળ એક કરી રહી છે. ગુડ્ડુ મુસ્લિમ એ અતીક અહેમદનો લેફ્ટ હેન્ડ ગણાતો હતો.SS1MS