ઘરઆંગણે ટેસ્ટમાં ૧૦૦ વિકેટ લેનારો ઉમેશ યાદવ ૧૩મો ભારતીય બોલર
ઈન્દોર, ભારતીય ટીમના ઝડપી બોલર ઉમેશ યાદવે ઈન્દોર ટેસ્ટના બીજા દિવસે ટેસ્ટમાં એક અનોખો રેકોર્ડ બનાવ્યો હતો. આ સાતે તેણે આ ટેસ્ટમાં એક ટેસ્ટમાં એક સાથે બે ઉપલબ્ધિ હાંસલ કરી હતી. ઉમેશ યાદવે મિચેલ સ્ટાર્કને ક્લીન બોલ્ડ આઉટ કરીને આ સિદ્ધિ મેળવી હતી. ઈન્દોર ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઈનિંગમાં ઉમેશ યાદવે ત્રણ વિકેટ ઝડપી હતી.
ઈન્દોર ટેસ્ટમાં ઉમેશ યાદવે પોતાના ખાતામાં એક ખૂબ જ ખાસ ઉપલબ્ધિ ઉમેરી છે. ઉમેશ યાદવે મિચેલ સ્ટાર્કને ક્લીન બોલ્ડ કરીને ભારતની ધરતી પર તેણે ૧૦૦ ટેસ્ટ વિકેટ લેવાની સિદ્ધિ મેળવી હતી. આવુ કરનાર ઉમેશ યાદવ ૧૩મો ભારતીય બોલર બન્યો હતો. ઉમેશ યાદવે પોતાની ૩૧મી ટેસ્ટ મેચમાં જ આ સિદ્ધિ મેળવી હતી. આ ઉપરાંત ઉમેશ યાદવ ઓસ્ટ્રેલિયા સામે ૫૦ ટેસ્ટ વિકેટ પુરી કરનાર ૧૧મો ભારતીય બોલર બન્યો હતો.
ઈન્દોર ટેસ્ટના આજે બિજા દિવસે ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઈનિંગમાં ઉમેશ યાદવે શાનદાર પ્રદર્શન કર્યુ હતું. ઉમેશ યાદવે પાંચ ઓવરમાં ૧૧ રન આપીને ૩ વિકેટ ઝડપી હતી. આ મેચમાં ઉમેશ યાદવે કેમેરોન ગ્રીન, મિચેલ સ્ટાર્ક અને ટોડ મર્ફીની વિકેટ ઝડપી હતી. મિચેલ સ્ટાર્ક ઉમેશ યાદવનો ભારતની ધરતી પર ૧૦૦મો શિકાર બન્યો હતો. ઉમેશ યાદવના પિતાનુ થોડાક દિવસો પહેલા જ નિધન થયુ હતું. દિવંગત પિતાના નિધન બાદ તે ટીમમાં પરત ફર્યો હતો. SS2.PG