શ્રી ઉમિયા ચંદ્રક સન્માન સમારોહનું ભવ્યાતિભવ્ય આયોજન સંપન્ન

(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) શ્રી ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝા દ્વારા વર્ષ ૧૯૮૭ થી શ્રી ઉમિયા ચંદ્રક સન્માન સમારોહનું ભવ્યાતિભવ્ય આયોજન ૩૫ વર્ષથી કરવામાં આવે છે. અષ્ટમ શ્રી ઉમિયા ચંદ્રક સન્માન સમારોહ તા. ૦૨-૧૦-૨૦૨૨ ના રોજ પંડિત દિનદયાલ ઉપાધ્યાય ઓડીટોરીયમ અને કોમ્યુનિટિ હોલ, બોડકદેવ,
અમદાવાદ ખાતે કડવા પાટીદાર સમાજના તેજસ્વી દિકરા-દિકરીઓએ સ્પોર્ટ્સ ક્ષેત્રે સાંસ્કૃતિક ક્ષેત્રે, શૈક્ષણિક ક્ષેત્રે અકલ્પનિય સફળતા પ્રાપ્ત કરી છે, ઉપરાંત જે તેજસ્વી તારલાઓએ યુપીએસસી અને જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરિક્ષાઓ પાસ કરીને મીલેટ્રી નેવી તથા કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ફરજ બજાવી દેશ સેવા કરી રહ્યા છે
તેવા તેજસ્વી દિકરા-દિકરીઓ અન્ય ઉત્સાહી-મહેનતું મહત્વાકાંક્ષા ધરાવતા દિકરા-દિકરીઓ માટે પણ પ્રેરણાદાયી બની રહ્યા છે આજરોજ સન્માન સમારોહમાં ૧૬૯ જેટલા દિકરા-દિકરીઓને શ્રી ઉમિયા ચંદ્રક એવોર્ડ એનાયત કરી સન્માન કરવામાં આવ્યું.
આ સમારોહમાં શ્રી ઋષિકેશભાઈ પટેલ (આરોગ્ય મંત્રીશ્રી, ગુજરાત રાજ્ય) ના મુખ્ય મહેમાનપદે તથા અતિથિ વિશેષપદે શ્રી ગણપતભાઈ પટેલ (ગણપત યુનિવર્સીટી, ખેરવા) શ્રી વલ્લભભાઈ પટેલ (કડી સર્વ વિશ્વ વિદ્યાલય-કડી-ગાંધીનગર) શ્રી પ્રકાશભાઈ પટેલ (ચેરમેનશ્રી, સાંકળચંદ પટેલ યુનિવર્સીટી, વિસનગર),
ર્ડા. વિનોદભાઈ (પારુલ યુનિવર્સીટી,વડોદરા) તેમજ સંસ્થાના પ્રમુખશ્રી બાબુભાઇ જે. પટેલ, ઉપપ્રમુખશ્રી ગટોરભાઈ પટેલ, ઉપપ્રમુખશ્રી રમેશભાઈ દૂધવાળા, માનદમંત્રીશ્રી દિલીપભાઈ નેતાજી, ટ્રસ્ટીશ્રી પ્રહલાદભાઈ કામેશ્વર, શ્રી એમ.એસ.પટેલ, શ્રી ગોવિંદભાઇ વરમોરા, શ્રી બાબુભાઇ ખોરજવાળા,
શ્રી કાન્તિભાઈ રામ, સંસ્થાના હોદેદારશ્રીઓ, સંસ્થા સાથે જાેડાયેલા દાતાશ્રેષ્ઠીઓ, કારોબારી સભ્યશ્રીઓ, ઉમિયા પરીવાર સંગઠનના હોદેદાર ભાઈ-બહેનો, શ્રી ઉમિયા ચંદ્રક વિજેતા અને તેમના પરીવારોની ઉપસ્થિતિમાં ૩ કલાક ચાલેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજરી હતી.
આ સમારોહમાં વકતાઓએ સંસ્થાની સમાજ ઉત્કર્ષની વિવિધ યોજનાઓની સરહાના કરી તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કર્યા, શ્રી ઉમિયા ચંદ્રક સન્માન મેળવનાર તેજસ્વી તારલાઓએ શિક્ષણને પ્રોત્સાહન આપતો પ્રસંશનીય કાર્યક્રમ યોજવા બદલ સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો. ભોજન પ્રસાદ ની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. જેનો સૌ એ લાભ લીધો હતો.