શ્રી ઉમિયામાતાજી સંસ્થાન દ્વારા પ્રથમ ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ કરનાર ડૉક્ટર્સનું સન્માન કરાયું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/09/vinit2-1024x682.jpeg)
તાજેતરમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસિઝ એન્ડ રિસર્ચ સેન્ટરના ડાયરેક્ટર ડૉ. વિનિત મિશ્રા અને એક્સપર્ટ ડોક્ટર અને નર્સિંગ સ્ટાફની ટીમ દ્વારા ભારતમાં પ્રથમવાર સફળ ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું.
આ સફળ સર્જરી બાદ માતા બનવું અસંભવ હોય તેવી મહિલાઓ હવે માતૃત્વથી વંચિત નહીં રહે. ડૉ. વિનિત મિશ્રા અને તેમના સાથીદારો દ્વારા કરવાં આવેલ આ માનવસેવાના ઉમદાકાર્ય બદલ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા પ્રેરિત શ્રી ઉમિયાધામ અમદાવાદ પૂર્વના હોદ્દેદારોએ ડૉ. વિનિત મિશ્રા સાહેબ,
ડૉ. હિમાંશુ પટેલ, ડૉ. જમાલ રિજવી, ડૉ. દિવ્યેશ એન્જીનીયર અને હસમુખભાઈ દવે (વહીવટી અધિકારી)નું મોમેન્ટો, બુકે અને શાલ અને પ્રસાદ આપી સન્માન કરવામાં આવ્યું.
આ પ્રસંગે પ્રમુખશ્રી શેઠશ્રી ભગવાનભાઈ પટેલ, મંત્રીશ્રી બાબુભાઇ વી પટેલ,મંત્રીશ્રી અમૃતભાઈ પટેલ(પૂર્વ કોર્પોરેટર), દેવચંદભાઈ પટેલ (પૂર્વ કોર્પોરેટર) તથા કારોબારી સભ્યશ્રી ડૉ. અનિલ પટેલ(ડાયરેક્ટર, નિસર્ગ સાયન્સ સેન્ટર, ગાંધીનગર ), બિપિન પટેલ(કોર્પોરેટર) ઉપસ્થિત રહ્યા હતા. ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ માટે ગર્ભાશય દાતાની જરૂર પડતી હોય છે. આ માટે શ્રી ઉમિયા સંસ્થાન અંગદાનની પ્રવૃત્તિને વેગવાન બનાવવા માટે જન જાગૃતિ કાર્યકમ હાથ ધરશે.