Western Times News

Gujarati News

ઉમરેઠ શહેર ભાજપ યુવા મોરચાનો પ્રમુખ જુગાર રમતા રંગેહાથ ઝડપાયો

આણંદ, ઉમરેઠ પોલીસમથકની હદમાં વડોદરાના સાવલી જતા રોડ વચ્ચેની લાલપુરા ચેકપોસ્ટ નજીક આઇસર ટેમ્પામાં જુગાર રમતો હોવાની બાતમીના આધારે પોલીસે ટેમ્પો અટકાવી તપાસ કરતા ૧૬ શખ્સો રંગેહાથ ઝડપાયા હતા. ઉમરેઠ શહેર ભાજપ યુવા મોરચાનો પ્રમુખ ઋત્વિક વિપુલભાઈ પટેલનો પણ સમાવેશ થાય છે.

યુવા મોરચાનો પ્રમુખ જુગાર રમતા ઝડપાતા ઉમરેઠના રાજકારણમાં ચકચાર મચી છે.બાતમી આધારે પોલીસના માણસો લાલપુરા ચેકપોસ્ટ પાસે વોચમાં ગોઠવાઈ ગયા હતા. તે વખતે બાતમી મુજબની આઇસર ગાડી નંબર જીજે-૨૩-એડબ્લ્યુ-૧૬૫૧ સાવલીથી પરત ફરી રહી હતી અને લાલપુરા ચેકપોસ્ટ પાસે આવી ત્યારે પોલીસે તેને ઉભી રખાવી પોલીસે જોઈ તો અંદર કેટલાક માણસો બેઠેલા હતાં અને તેઓ પાનાપત્તાથી જુગાર રમી રહ્યા હતા.

પોલીસે તરત જ આઇસરને સાઈડમાં ઊભી રખાવી અને જોયું તો અંદર ૧૬ શખ્સો બેઠેલા હતા. તમામની તલાસી લેતા તેમની અંગ જડતીમાંથી રૂપિયા ૯૭૦૦ અને દાવ ઉપરથી રૂ. ૫૬૦૦ મળી કુલ રૂ.૧૫,૩૦૦ રોકડા મળી આવ્યા હતા. આ ઉપરાંત જુગાર રમવાના સાધનો તેમજ રૂ.૩ લાખની આઇસર મળી પોલીસે કુલ રૂ. ૩,૧૫,૩૦૦નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

પોલીસના દરોડામાં ભાવેશ ઉર્ફે નૂરી રાવજીભાઈ પટેલ, વિપુલ પરસોત્તમભાઈ પટેલ,સિકંદર ઉર્ફે કેરી નૂરમોહમ્મદ વહોરા,અજીતસિંહ રંગીતસિંહ પુવાર, પ્રકાશભાઈ સોમાભાઈ ચાવડા, હાર્દિક કનુભાઈ પટેલ, અજયકુમાર ચંદ્રકુમાર મેઘા, આમીન ઈસ્માઈલભાઈ વહોરા, ઇરફાન ગનીભાઈ વહોરા, ધવલકુમાર જયંતીભાઈ ભીલ,સંજયભાઈ ગોવિંદભાઈ પટેલ, સંજયકુમાર મણીલાલ રાણા, વસંતકુમાર રાવજીભાઈ ઝાલા,મહેશભાઈ શાંતિલાલ પટેલ,ઋત્વિક વિપુલભાઈ પટેલ અને ઇમરાન હુસેનભાઇ દિવાન (તમામ રહે.ઉમરેઠ) જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. પોલીસે આ તમામ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.