ઉમરેઠ તાલુકાનાં લીંગડા ખાતે મહેસુલી સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
(તસ્વીરઃ વિનોદ રાઠોડ, ઉમરેઠ) ઉમરેઠ તાલુકાના લીંગડા ગામે મહેસુલી સેવાસેતુ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં પ્રજાજનોના ક્ષતિ સુધારા, વારસાઈ, રેશનકાર્ડ નું ઈ-કેવાયસી તથા ૭૦ વર્ષથી વધુ વયનાં વૃદ્ધોનું આયુષ્યમાન કાર્ડ બનાવવાનું તેમજ પી.એમ.કિસાન યોજના અને ફાર્મર રજીસ્ટ્રેશન જેવા કાર્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
લિંગડા ગામમાં ક્લસ્ટરમાં સમાવિષ્ટ થામણા, પરવટા, આશીપુરા, ઊંટખરી, ફતેપુરા, જાખલા અને લિંગડાનાં ગ્રામજનોએ આ આ મહેસુલી સેવાસેતુનો મહત્તમ લાભ લીધો હતો.
આ મહેસુલી સેવાસેતુ કાર્યક્રમમાં ઉમરેઠ મામલતદાર શ્રી નિમેષભાઈ પારેખ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પ્રતાપસિંહ, સામાજિક ન્યાય અધિકારીતાના ચેરમેન શ્રી વિષ્ણુભાઈ તેમજ લીંગડા ગામનાં સરપંચ શ્રીમતી મીનાબેન અશોકભાઈ સોલંકી અને જાખલા ગામનાં સરપંચશ્રી મંગળભાઈ ભોઈ અને ગામના અગ્રણીઓ તથા મોટી સંખ્યમાં ગ્રામજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.