મધ્યપૂર્વને પરમાણુ-શસ્ત્ર મુક્ત ઝોન બનાવવા યુએનના વડાની હાકલ
યુનાઇટેડ નેશન્સ , મધ્યપૂર્વમાં તાત્કાલિક યુદ્ધવિરામ અને આ ક્ષેત્રમાં પરમાણુ-શસ્ત્ર મુક્ત ઝોનની સ્થાપના કરવાની હાકલ કરતાં યુએનના મહામંત્રી એન્ટોનિયો ગુટેરેસે જણાવ્યું હતું કે મધ્યપૂર્વ અને સમગ્ર વિશ્વમાં તમામ લોકો માટે વધુ શાંતિપૂર્ણ ભાવિ બનાવવા માટે તે મહત્વપૂર્ણ છે.
પરમાણુ શસ્ત્રો અને સામૂહિક વિનાશના અન્ય શસ્ત્રોથી મુક્ત મધ્ય પૂર્વ ઝોનની સ્થાપના અંગેની કોન્ફરન્સના પાંચમાં સેશનમાં વીડિયો સંદેશમાં ગુટેરેસે જણાવ્યું હતું કે આવા ઝોનનો વિચાર દાયકાઓ થયેલો છે, પરંતુ પ્રાદેશિક સંઘર્ષાે વધતા આ ધ્યેય દિવસેને દિવસે વધુ તાકીદનો બની રહ્યો છે. એક વર્ષ કરતાં વધુ સમયથી ગાઝાએ એક દુઃસ્વપ્નનો અનુભવ કર્યાે છે, જે સમગ્ર પ્રદેશને ઘેરી લે તેવી શક્યતા છે.
અમે બધા લેબનોનમાં વધી રહેલા સંધર્ષથી ચિંતિત છીએ.યુએનના વડાએ તાત્કાલિક યુદ્ધવિરામ, તમામ બંધકોની તાત્કાલિક અને બિનશરતી મુક્તિ અને બે દેશોની સ્થાપના તરફની પ્રક્રિયા ચાલુ કરવા વૈશ્વિક સમુદાયને એકજૂથ થવાની હાકલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આની સાથે જે મધ્ય પૂર્વ અને સમગ્ર વિશ્વમાં સાચી, ટકાઉ સુરક્ષા નિઃશસ્ત્રીકરણ લક્ષ્યોને આગળ ધપાવવા પર આધાર રાખે છે.
સપ્ટેમ્બરમાં કરવામાં આવેલા ભવિષ્ય માટેના કરારમાં પરમાણુ, રાસાયણિક અને જૈવિક શસ્ત્રોથી મુક્ત વિશ્વની નવી વૈશ્વિક પ્રતિબદ્ધતા વ્યક્ત કરાઈ હતી. મધ્ય પૂર્વમાં આવા ઝોનની સ્થાપના આ લક્ષ્ય તરફનું એક મહત્વપૂર્ણ પગલું બનશે. ગુટેરેસે જણાવ્યું હતું કે આ કોન્ફરન્સનું કાર્ય મધ્યપૂર્વ અને સમગ્ર વિશ્વમાં તમામ લોકો માટે વધુ શાંતિપૂર્ણ ભાવિ બનાવવા માટે મહત્વપૂર્ણ છે.SS1MS