ઉનાવા માર્કેટયાર્ડમાં તમાકુના પાકની મબલખ આવક

(પ્રતિનિધિ) મહેસાણા, મહેસાણા જીલ્લાના ઉનાવા માર્કેટયાર્ડમાં તમાકુની એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક આવક નોધાઇ છે. માર્ચ એન્ડીંગના વેકેશન બાદ ઉનાવા માર્કેટયાર્ડ ખુલતા જ રેકોર્ડ બ્રેક ૧ લાખ તમાકુ બોરી ની આવક નોધાઇ છે.
ગત વર્ષે સારા ચોમાસાના કારણે ચાલુ સાલે તમાકુનું વાવેતર પણ મોટા પ્રમાણમાં થયું હતું. અને તેના જ કારણે તમાકુ ની આવક વધી છે. જો કે તમાકુના સારા પાકના કારણે ચાલુ સાલે આવક વધવા છતાં તમાકુ બજારમાં સરેરાશ ભાવ મળી રહ્યા છે.
ઉત્તર ગુજરાતમાં તમાકુનું સૌથી મોટું બજાર ઊંઝા તાલુકાના ઉનાવા ખાતે આવેલું છે. ઉનાવા માર્કેટયાર્ડમાં દર વર્ષે તમાકુની વિશેષ આવક થાય છે. ત્યારે ચાલુ સાલે ઉનાવા માર્કેટયાર્ડમાં દર વર્ષની જેમ તમાકુની આવક નોધપાત્ર વધી છે. તમાકુની આવક વધવાનું કારણ સારા ચોમાસા બાદ ખેડૂતોએ તમાકુનું વિશેષ વાવેતર માનવામાં આવી રહ્યું છે.
તમાકુનું વિશેષ વાવેતર અને વાવેતર બાદ તમાકુના સારા પાકથી મહેસાણા જીલ્લામાં સૌથી મોટા તમાકુ માર્કેટ ઉનાવામાં તેજીનો પવન ફૂંકાયો છે. માર્ચ એન્ડીગના હિસાબોના રજાઓના વેકેશન બાદ ઉનાવા માર્કેટયાર્ડ શરુ થતાની સાથે જ ૧ લાખ તમાકુ બોરીની બમ્પર આવક નોધાઇ છે. ગત વર્ષે તમાકુના ભાવ ૨૦ કિલોના ૨૫૦૦ થી ૩૨૫૧ રૂપિયા હતા.
જયારે હાલમાં તમાકુમાં તમાકુના ભાવ રૂપિયા ૨૭૦૦ થી ૩૨૦૦ રૂપિયા નોધાયો છે.તેમ પ્રકાશભાઈ પટેલ, ચેરમેન , ઉનાવા છઁસ્ઝ્ર ટ્ઠી જણાવ્યું હતું ગત વર્ષની સરખામણીમાં ચાલુ સાલે ૨૦ કિલો તમાકુએ સરખા જેવો ભાવ મળી રહ્યો છે. ઉચ્ચ ગુણવત્તા વાળી તમાકુનું ઉત્પાદન થતા તમાકુના ભાવ ખેડૂતોને સારા મળી રહ્યા છે.
આ સ્થિતિમાં ઉનાવા માર્કેટયાર્ડમાં એક જ દિવસમાં તમાકુની આવક ૧ લાખ બોરી નોધાતા ચાલુ સાલે તમાકુની આવક રેકોર્ડ બ્રેક થવાની શક્યતાઓ વધી ગઈ છે. ગત વર્ષે તમાકુ ની આવક સારી નોધાઇ હતી. જયારે ચાલુ સાલે આગળના દિવસોમાં પણ તમાકુ ની આવક પ્રતિદિન ૧ લાખ બોરી નોંધવાની શક્યતા છે. ગિરીશ પટેલ, ખેડૂત ચંદ્રકાંત પટેલ, ખેડૂત એ જણાવ્યું છે
આમ, ગત વર્ષ સારા વરસાદ અને બાદમાં અનુકુળ વાતાવરણને કારણે તમાકુનો સારો પાક ઉતાર્યો છે. અને ઉત્તર ગુજરાતના તમાકુ પકવતા ખેડૂતો તમાકુ લઈને ઉનાવા માર્કેટ યાર્ડમાં વેચાણ માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. ઉનાવા માર્કેટ યાર્ડમાં તમાકુ વેચાણ માટે પ્રખ્યાત હોવાનું એક એ પણ કારણ છે કે, અહી તમાકુના વેચાણની રકમ ખેડૂતને તુરંત રોકડ જ આપી દેવામાં આવે છે. જેથી ખેડૂત તરત રોકડ હિસાબ લઈને પોતાના ઉપયોગમાં લઇ શકે છે. અને ખેડૂતને પણ સમય અને પૈસા બંને નો બચાવ થાય છે.