અમદાવાદમાં મોત બનીને બેકાબૂ કાર સોસાયટીમાં ઘૂસી ગઇ
અમદાવાદ, શહેરના ન્યુ નારોલમાં કારની અડફેટે સિક્યુરિટી ગાર્ડનું મોત થયું છે. ન્યુ નારોલની નીલકંઠ રેસિડેન્સીમાં રાત્રી દરમિયાન દુર્ઘટના બની હતી. કાર ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. આ સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે.
અકસ્માત સર્જી કાર ચાલક કાર મૂકીને ફરાર થયો હતો. પોલીસે CCTV આધારે તપાસ હાથ ધરી છે. રાત્રે ન્યુ નારોલ વિસ્તારમાં આવેલી નીલકંઠ રેસિડેન્સીમાં અકસ્માતની ઘટના બની હતી.
કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા સોસાયટીના ગેટ પર ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડને કચડયો હતો. ઘટના અંગેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જ્યારે મૃતક સિક્યુરિટી ગાર્ડ કિશનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
બીજી બાજુ, અકસ્માત સર્જનાર કારચાલક કાર મૂકીને ફરાર થઇ ગયો હતો. અકસ્માતના સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં જોઇ શકાય છે કે કેવી રીતે આ ભયંકર ઘટના બની હતી. સોસાયટીના ગેટ પાસે સિક્યોરિટીની કેબિનની બહાર ગાર્ડ ઊભો હતો, ત્યારે જ અચાનક પૂરપાર ઝડપે એક કાર સોસાયટીના ગેટમાંથી અંદર ધસી આવે છે.
સોસાયટીમાં અંદર બાજુ ઉભેલા સિક્યોરિટી ગાર્ડ તરફ આ કાર ધસી આવે છે અને સિક્યોરિટી કારને કચડી નાંખે છે. ફૂટેજમાં જોઇ શકાય છે કે, કેવી રીતે પળભરમાં જ આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. પરંતુ કાર ચાલક ફરાર થઇ ગયો હતો. હાલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.SS1MS