બેકાબૂ ટ્રકની બાઈક સાથે ટક્કર: પતિ-પત્ની સહિત ૨ બાળકોના મોત
બાયડમાં માર્ગ અકસ્માત દરમિયાન પરિવાર વિખેરાયો મામલામાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી દીધી
અરવલ્લી, ગુજરાતમાં માર્ગ અકસ્માતના કિસ્સા સતત વધી રહ્યા છે. ત્યારે બાયડમાં બેફામ આવતા ટ્રકે બાઈકને ટક્કર મારી દીધી છે.
એટલું જ નહીં આના પરિણામે બાઈક ફંગોળાઈ ગયું હતું. પ્રાથમિક માહિતી પ્રમાણે બાઈક પર પતિ-પત્ની અને ૨ બાળકો સવારી કરી રહ્યા હતા. ઘટનાસ્થળે ૪ લોકોના મોત થયા હોવાની વિગતો સામે આવી રહી છે. જાેકે અત્યારે પોલીસે અહીં પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.
નોંધનીય છે કે ટ્રક ચાલકે અચાનક જ સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. જેને લઈને માર્ગ પર તે બેફામ ચાલી રહી હતી. આ દરમિયાન બાયડમાં બાઈક પર પતિ, પત્ની અને ૨ બાળકો સવાર હતા.
અચાનક જ બેકાબૂ ટ્રકે તેમને જાેરદાર ટક્કર મારતા બાઈક ફંગોળાઈ ગયું હતું. આ અકસ્માત સર્જાતા જ આસપાસ લોકો પણ ગભરાઈ ગયા હતા. તેમણે એમ્બ્યુલન્સ બોલાવી તથા પોલીસને પણ આ અકસ્માત અંગે જાણ કરી દીધી હતી.
અકસ્માત થયા બાદ પોલીસે પ્રાથમિક માહિતી બહાર પાડતા કહ્યું કે વહેલી સવારે ન્ઁય્ સપ્લાય કરતા ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. બાઈક પર સવાર ૪ લોકોના કરૂણ મોત નીપજ્યા છે. તો બીજી બાજુ એવી માહિતી મળી રહી છે કે પૂર ઝડપે આવતી ટ્રકના સ્ટિયરિંગ પરથી ડ્રાઈવરે કાબૂ ગુમાવી દીધો હતો. જેના પગલે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.
પોલીસે આ ઘટનાક્રમ મુદ્દે હવે એફએસએલની મદદ લેવા માટે પણ તજવીજ શરૂ કરી દીધી છે. ટ્રક ચાલકથી આ અકસ્માત કેવી રીતે થયો તે તથા મૃતકોના સંબંધીઓને પણ જાણ કરી દેવાઈ છે. પોલીસે વધુમાં એ પણ તપાસ શરૂ કરી કે ડ્રાઈવર નશાની હાલતમાં હતો કે નહીં. આ અકસ્માતને લઈને બાયડ પોલીસ એક્શનમાં આવી ગઈ છે.