Sitapur:ભાગવત કથા દરમિયાન બેકાબૂ કાર પંડાલમાં ઘુસી, બાળકનું મોત
(એજન્સી)સીતાપુર, ઉત્તર પ્રદેશના સીતાપુર શહેરમાં મોટી દુર્ઘટના બની હતી. અંહી ભાગવત કથા દરમિયાન એક કાર પડાલમાં ઘુસી ગઇ હતી. જેમા કારની અડફેટે આવીને ૮ માસના બાળકની પણ મોત થઇ હતી.
જ્યારે ૧૪ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના સીતાપુરના મુડિયા ગામની છે.અંહિયા પર ભાગવત કથા ચાલી રહી હતી. જાનકારી અનુસાર કાર ચલાવી રહેલા ડ્રાઇવરના નામ રજનીશ હતો. અને દારુના નશામાં ગાડી ચલાવી રહ્યા હતા. એડિશનલ એસપીએ જણાવ્યુ હતુ કે, ભૂલથી ગાડી સ્ટાર્ટ થઇ ગઇ હતી અને ડ્રાઇવરને ખબર નહોતી રહી.