Anemia મુક્ત ભારત અંતર્ગત ટ્રીક અને ટોક કેમ્પ યોજાયો
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો રાજ સુતરીયા સાહેબ ના માર્ગદર્શન હેઠળ ખેડબ્રહ્મા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ ડાભી સાહેબ ના નેજા હેઠળ તાલુકા આરોગ્ય કચેરી ખેડબ્રહ્મા દ્રારા એનિમિયા મુક્ત ભારત અંતર્ગત ટેસ્ટ ટ્રીટ અને ટોક કેમ્પ યોજાયો જેમાં મુખ્યત્વે ૧૦ થી ૧૯ વર્ષ ની કિશોરીઓ નું હિમોગ્લોબીન અને બ્લડ ગ્રૂપ ની તપાસણી કરવામાં આવી હતી.
ખેડબ્રહ્મ ના તાલુકા કક્ષાના એનીમિયા અંતર્ગત ્-૩ કેમ્પ તારીખ -૧૪/૦૨/૨૦૨૩ ના રોજ આગિયા ખાતેની મોડેલ સ્કૂલ ખાતે આયોજિત કરવામાં આવ્યો. આ કેમ્પ માં તમામ ૧૦૦ કરતા પણ વધારે વિદ્યાર્થિની ઓનું હિમોગ્લોબીન અને બ્લડ ગ્રૂપ ચેક કરવામાં આવ્યું. કાઉન્સેલિંગ કરવામાં આવ્યું.આ આભા કાર્ડ કાડવામાં આવ્યા. જેનું સફળ સંચાલન તાલુકા આરોગ્ય નિરીક્ષક અક્ષય પંડ્યા અને પ્રા.આ.કે સેમ્બલીયા ના આરોગ્ય નિરીક્ષક બીપીન બારડ એ કર્યું હતું