ઝઘડિયા GIDCને જાેડતું ગરનાળુ 10 દિવસ રોડ સરફેસિંગ માટે બંધ કરાયું
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ઝઘડિયાથી અંકલેશ્વર સરદાર પ્રતિમા ધોરીમાર્ગ પર આવેલ બોરોસીલ કંપનીની સામેથી જીઆઈડીસી ઝઘડિયાને જાેડતું રેલ્વે વિભાગનું ગળનાળા નંબર એલએચએસ ૨૩-બી નો રોડ ચોમાસા દરમ્યાન ખૂબ જ બદતર હાલતમાં આવી ગયો હોય નાના મોટા વાહન ચાલકોને ભાડે હાડમારી વેઠવાનો વારો આવ્યો હતો.જેને રોડ સરફેસિંગ સમારકામ કરવાની તાતી જરૂરિયાત ઉભી થઈ છે.જેથી પશ્ચિમ રેલ્વે વિભાગ દ્વારા આ ગળનાળાનો રોડ સરફેસિંગ કરવાની જાહેરાત કરવામાં આવી છે. Under Bridge, which is close to Jhaghadia GIDC, was closed for road surfacing for 10 days
રેલ્વે વિભાગે જણાવ્યું છે કે એલએચએસ નંબર ૨૩-બી બોરોસીલ કંપનીની સામેના રોડ સરફેસિંગનુ કામ રેલ્વે દ્વારા કરવામાં આવશે.જેના કારણે આગામી તા.૩.૧૨.૨૩ થી તા.૧૩.૧૨.૨૩ સુધી દશ દિવસ સુધી એલએચએસ નં.૨૩-બી બંધ રહેશે.
આ બંધ દરમ્યાન અંકલેશ્વર ખરર્ચી બોરીદ્રાના વાહન ફાટક નંબર ૮ સાગબારા ફાટકથી ઝઘડિયા જીઆઈડીસી માટે જઈ શકશે
અને ભરૂચ તરફથી આવવા વાળા વાહનો ઝઘડિયા,વાલિયા ચોકડી થઈ ઝઘડિયા જીઆઈડીસી જઈ શકશે તેમ જણાવ્યું હતું.ઝધડિયા જીઆઈડીસી તરફ જવા વાળા વાહનોને ઝધડિયાની વાલીયા ચોકડી અથવા તો સાગબારા ફાટક સુધીનો ફેરાવો થશે. ઝધડિયા જીઆઈડીસીમાં રોજના દસ હજાર કરતા વઘારે વાહનોની અવરજવર રહેતી હોય છે.ગરનાળુ રોડ સમારકામ માટે બંધ રહેવાના સંજાેગોમાં આ વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા માટે જણાવી દેવાયું છે.