Western Times News

Gujarati News

ઝુંપડા વીજળીકરણ યોજના હેઠળ તમામ જ્ઞાતિને ઘર વપરાશ માટે વીજ જોડાણ આપવામાં આવે છે: ઉર્જા મંત્રી

ઉર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ જણાવ્યું છે, ઝુંપડા વીજળીકરણ યોજના હેઠળ બધી જ જ્ઞાતિને ઘર વપરાશ માટે નિ:શુલ્ક વીજ જોડાણ આપવામાં આવે છે. Under Electrification Scheme all castes are provided electricity connection for household consumption: Energy Minister

આ માટે ગ્રામ્ય કક્ષાએ તાલુકા પંચાયત અને શહેરીકરણએ નગરપાલિકા ખાતે અરજી કરવાની હોય છે. તાલુકા પંચાયત અને નગરપાલિકા કક્ષાએથી જરૂરી દસ્તાવેજની ચકાસણી કરી સંબંધીત વીજ કંપનીને કાર્યવાહી માટે નિ:શુલ્ક મોકલી આપવામાં આવે છે.

અમદાવાદ અને મોરબી જિલ્લામાં ઝુંપડા વીજળીકરણ યોજના હેઠળ વીજ જોડાણ અંતર્ગત પ્રશ્નના ઉત્તરમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, આ યોજના અંતર્ગત વીજ જોડાણ ખેતીવાડી શહેરી વિસ્તાર માટે આવક મર્યાદા ૧.૫૦ લાખ અને ગ્રામ્ય વિસ્તાર માટે ૧.૨૦ લાખ છે.

ઉર્જા મંત્રીશ્રીએ અમદાવાદ અને મોરબી જિલ્લામાં તા. ૩૧/૧૨/૨૦૨૨ની સ્થિતિએ ઝૂંપડા વીજળીકરણ યોજના હેઠળ આપવામાં આવેલ વીજ જોડાણો અને ખર્ચ અંતર્ગત જણાવ્યું કે, અમદાવાદ જિલ્લામાં ૫,૭૬૭ વીજ જોડાણો માટે રૂપિયા ૨૪૧.૫૦ લાખનો ખર્ચ તેમજ મોરબી જિલ્લામાં ૧,૧૧૭ વીજ જોડાણો માટે રૂપિયા ૬૪.૩૧ લાખ કરવામાં આવ્યો છે. અમદાવાદ અને મોરબી જિલ્લામાં વીજ જોડાણ અંગે કોઈ અરજી પડતર નથી તેમ ઉમેર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.