”હર ઘર તિરંગા” અંતર્ગત સુરતના ટેકસટાઇલ ઉદ્યોગને ૪૦૦ કરોડથી વધુ રકમનો બિઝનેસ મળ્યો
સુરત, સુરતના ટેકસટાઇલ ઉદ્યોગને ”હર ઘર તિરંગા” અભિયાનના કારણે ૪૦૦ કરોડથી વધુનો બીઝનેશ મળ્યો છે. આઝાદી કા અમૃત મહોત્સવના વર્ષમાં હરઘર તિરંગાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આવાહનને પગલે ગુજરાતને અને તેમાંય ખાસ કરીને સુરતના ટેક્સટાઈલ ટ્રેડને રૃા. ૪૦૦ કરોડથી વધુ રકમનો બિઝનેસ મળ્યો છે.
એકલા સુરતમાં ૮ કરોડ જેટલા ધ્યવ બનાવવામાં આવ્યા છે. તેમ જ મંદીનો સામનો કરી રહેલા પ્રોસેસ હાઉસોને પણ મોટો ધંધો મળ્યો છે. હર ઘર તિરંગા લહેરાવવા માટે ગુજરાતના પ્રોસેસ હાઉસમાંથી ૮૦ લાખથી ૧ કરોડ મીટર કાપડ પ્રોસેસ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગુજરાતમાં એક કરોડથી સવા કરોડ ધ્વજનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારે અંદાજે ૪૦ કરોડથી વધુ ધ્વજ તૈયાર કરીને વિતરણ કરવાનું આયોજન કર્યું છે.
પરિણામે એક જ મહિનામાં ટેક્સટાઈલ ઉદ્યોગમાં અંદાજે ૧૦૦૦ કરોડથી વધુ રકમના ૧૨૦૦ કરોડના ટર્નઓવર થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. માત્ર ગુજરાત જ નહિ, દક્ષિણ ભારતના રાજ્યોમાં અને ઉત્તર ભારતના રાજ્યો અને જયપુરમાંથી પણ ૩૦ કરોડ જેટલા તિરંગા તૈયાર કરાવડાવ્યા છે.HS1MS