‘સ્વચ્છતા અભિયાન’ અંતર્ગત નુક્કડ નાટક અને રાત્રિ ચૌપાલનું આયોજન
(પ્રતિનિધિ) સેલવાસ, દાદરા નગર હવેલીની રખોલી ગ્રામ પંચાયત દ્વારા સરપંચ શ્રીમતી ચંદનબેન પટેલના દિશા-નિર્દેશ અને નેતૃત્વ હેઠળ નુક્કડ નાટક અને રાત્રિ ચૌપાલના કાર્યક્રમનું ગ્રામજનોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવા માટે આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામજનોને સૂકો કચરો અને ભીનો કચરો અલગ અલગ રાખવા અને કચરાની ગાડીમાં પણ અલગ અલગ નાંખવા માટે સમજાવવામાં આવ્યું હતું.
રખોલી ગ્રામ પંચાયતના સેક્રેટરી શ્રી નરોત્તમભાઈ સોલંકીએ ગ્રામજનોને સ્વચ્છતા જાળવવા અને ભીના અને સુકા કચરાને અલગ અલગ કરીને જ આપવા તાકિદ કરી હતી અને જણાવ્યું હતું કે, જાે કોઈ કસૂર કરવામાં આવશે તો તેમની સામે દંડ પણ વસૂલવામાં આવશે. તેથી સુકો અને ભીનો કચરો અલગ અલગ રાખવા જ સમજાવ્યું હતું.