Western Times News

Gujarati News

ડૉક્ટરની સલાહથી વર્લ્ડ કપ પહેલાં સર્જરી કરાવીઃ જાડેજા

રાજકોટ, આગામી તારીખ ૯ ફેબ્રુઆરીના રોજ ટેસ્ટ મેચની શરઆત થઈ રહી છે. ભારતીય ટીમના સુપરસ્ટાર ખેલાડી રવિન્દ્ર જાડેજા આ ટેસ્ટ સિરીઝ સાથે ટીમમાં પરત ફરી રહ્યા છે. રવિન્દ્ર જાડેજાએ આ ટેસ્ટ સિરીઝ પહેલા તેના પરત ફરવાથી લઈને થોડા ઈમોશનલ જાેવા મળ્યા હતા. રવિન્દ્ર જાડેજાએ કહ્યુ કે, ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૨ પહેલા જાે તે તેના ઘુંટણની સર્જરી કરાવી હોત તો પણ તે વર્લ્ડ કપમા રમી ના શક્યો હોત. એશિયા કપ ૨૦૨૨ માં તેના ઘુંટણમાં લાગવાના કારણે રવિન્દ્ર જાડેજા ટી-૨૦ વર્લ્ડ કપમાથી બહાર થઈ ગયો હતો. તે છેલ્લા ૬ મહિનાથી ક્રિકેટ જગતથી દુર હતો. હવે તે ભારત-ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ સીરીઝમાં પરત ફરી રહ્યો છે.

રવિન્દ્ર જાડેજાએ વધુ જણાવતાં કહ્યુ કે, હું ટીમ ઈન્ડિયામાં પરત ફરવાની રાહ જાેઈ રહ્યો હતો. મારા ઘુંટણના કારણે ઘણો જ સંઘર્ષ કરી રહ્યો છુ અને સર્જરીની રાહ જાેતો હતો. અને તે બાબતે મારે જ ર્નિણય કરવાનો હતો કે ઘુંટણનું ઓપરેશન વર્લ્ડ કપ પહેલા કરાવુ કે પછી. તેથી મે ડૉક્ટરની સલાહ લીધી અને ડૉક્ટરે મને આ સર્જરી પહેલા કરવાની સલાહ આપી તેથી મે ર્નિણય લઈ લીધો હતો.

સર્જરી પછી પાછા ફરેલા રવિન્દ્ર જાડેજાએ નેશનલ ક્રિકેટ એકેટમીના ફિઝિયોથેપીસ્ટને ક્રેડિટ આપી આ સાથે સર્જરીના રિકવરી માટે ખૂબ સારી મદદ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. રવિન્દ્ર જાડેજાએ કહ્યુ કે, હું પાંચ મહિના પછી ટીમ ઈન્ડિયામાં પરત ફરી રહ્યો છુ અને તેની ટી-શર્ટ પહેરી ખૂબ ખુશ છુ. તેમણે કહ્યુ કે આ મારુ સૌભાગ્ય છે કે મને આ મોકો મળ્યો છે.SS2.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.