Western Times News

Gujarati News

એસ.જી હાઈવેથી મકરબા તરફ જતા અંડરપાસનું ટૂંક સમયમાં લોકાર્પણ

પ્રતિકાત્મક

હજારો વાહનચાલકોને મોટી રાહત મળશેઃ અમદાવાદ-બોટાદ રેલવે લાઈન પર આવેલા આ અંડરપાસમાં હવે ફકત કલરકામ બાકી

(એજન્સી) અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરની જુદી જુદી જગ્યાએ ટ્રાફિકનું ભારણ ઘટાડવા તેમજ વાહનોની અવરજવર સરળતાથી અને સલામતીથી થઈ શકે તે માટે કરોડો રૂપિયાના ખર્ચે સમયાંતરે વિવિધ બ્રિજ પ્રોજેકટ હાથ ધરાઈ રહ્યા છે,

જે અંતર્ગત રેલવે ક્રોસિ પર રેલવે ઓવરબ્રિજ અને રેલવે અંડરપાસ, નદી પર રિવરબ્રિજ, રોડના જંકશન પર ફલાય ઓવરબ્રિજ અને નાળાં પર બ્રિજ કલ્વર્ટ જેવા ખૂબ જ ઉપયોગી પ્રોજેકટ છેક ૧૯૪૦થી બની રહ્યા છે એક અંદાજ મુજબ શહેરમાં અત્યારે ૮૪થી પણ વધુ વિભિન્ન પ્રકારના બ્રિજ, વાહનચાલકોને ઉપયોગી થઈ રહ્યા છે

હવે સત્તાવાળાઓએ ફાટકમુકત અભિયાન હાથ ધર્યું છે, જે અંતર્ગત શહેરમાંથી પસાર થતી રેલવે લાઈનના ફાટકને અંડરબ્રિજ બનાવવા અથવા ઓવરબ્રિજ બનાવી તેને બંધ કરવાની કામગીરી હાથ પર લેવાઈ છે. આ અભિયાન હેઠળ એસજી હાઈવેથી મકરબા તળાવ સુધીનો અંડરપાસ લગભગ પૂર્ણતાના આરે હોઈ તેનું ટૂંક સમયમાં લોકાર્પણ થઈ શકે છે.

શહેરના પશ્ચિમ વિસ્તારમાં અમદાવાદ-બોટાદ રેલવે લાઈન ગેજ કન્વર્ઝન પ્રોજેકટ અંતર્ગત જુદા જુદા લેવલ ક્રોસિંગ ઉપર અંડરપાસ, પેડેસ્ટ્રિયન સબ વે અને રેલવે ફાટક પહોળા કરવાનું કામ તેમજ ઓવરબ્રિજ વગેરે કામનું આયોજન મ્યુનિ. કોર્પોરેશન અને રેલ વિકાસ નિગમ દ્વારા ચાલી રહ્યું છે.

અમદાવાદ-બોટાદ રેલવે લાઈન પર કુલ ૩૩ રેલવે ફાટક છે, જે પૈકી ર૧ રેલવે ફાટકને રેલવે ઓવરબ્રિજ અથવા તો રેલવે અંડરપાસ બનાવીને તંત્રએ કાયમી બંધ કર્યાં છે, જયારે હાલમાં પાંચ અંડરપાસ પર કામગીરી ચાલુ છે. આ પ્રોજેકટ હેઠળ તંત્ર દ્વારા કરોડો રૂપિયા ખર્ચાઈ રહ્યા છે.

હાલની સ્થિતિ જાેતાં આઈઓસી ચેનપુરના રેલવે અંડરબ્રિજનું કામકાજ પૂર્ણ કરાયું છે ચેનપુર ગામનો અંડરપાસ પ્રગતિ હેઠળ છે. એલ સી (લેવલ ક્રોસિંગ) નં.૩ વંદે માતરમ્‌ ઋતુ બંગલોની અંડરપાસ પૂર્ણ કરાયો છે આ જ રીતે અર્જુન આશ્રમના એલસી નં.૪ અને એલસી નં.પ ના અંડરપાસનું કામ પણ આટોપાઈ ગયું છે.

એલસી ર૧ કે જે વસ્ત્રાપુર રેલવે સ્ટેશન પર આવ્યો છે ત્યાં તંત્રએ રેલેવે અંડરપાસ બનાવવાની કામગીરી પૂર્ણ કરી છે, જયારે વસ્ત્રાપુર રેલવે સ્ટેશનને સાંકળતા એલસી ર૧ પર રેલવે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. વેજલપુરના ટોરેન્ટ પાવર પાસેના એલસી ર૪ પર પણ રેલવે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે.

તંત્રનાં ફાટકમુકત અમદાવાદ અભિયાન અંતર્ગત અત્યારે દક્ષિણ પશ્ચિમ ઝોનના અમદાવાદ-બોટાદ રેલવે લાઈન પરના એલસી નં.ર૬ પર કામનો ધમધમાટ પૂર્ણાના આરે આવી પહોચ્યો છે. આ રેલવે અંડરપાસ એસજી હાઈવેને મકરબા તળાવ સાથે જાેડે છે. તંત્ર દ્વારા આ કામનો કોન્ટ્રાકટ ચેતન કન્સ્ટ્રકશન કંપનીને અપાયો છે,

જેના પ્રોજેકટ મેનેજમેન્ટ કન્સ્લટ્રન્ટ ગ્રીન ડિઝાઈન એન્ડ એન્જિનિયરિંગ સર્વિસ પ્રા.લિ. છે. સ્તૃપ કન્સલ્ટન્ટ પ્રા.લિ. આ પ્રોજેકટના કન્સલ્ટન્ટ હોઈ તંત્ર દ્વારા ગત એપ્રિલ મહિનામાં તેનો વર્ક ઓર્ડર અપાયો હતો.

આ અંડરપાસની મકરબા બાજુની લંબાઈ ૯૮.૬૦ મીટર છે તો એસજી હાઈવે તરફની લંબાઈ ૮૬.૦પ મીટરની છે. મકરબા બાજુની એપ્રોચ પહોળાઈ ૮.પ૦ મીટર છે. જયારે એસજી હાઈવે તરફના એપ્રોચની પહોળાઈ ૭.પ૦ બાય ૭.પ૦ મીટરની છે.

તંત્ર દ્વારા આ અંડરપાસના નિર્માણનું કામ મહદઅંશે પૂર્ણ કરાયું છે અને હાલમાં કલરકામ થઈ રહ્યું હોઈ તે ૧પ દિવસમાં પૂર્ણ કરી લેવાશે. એટલે સ્થાનિક લોકોને આ વિસ્તારમાં વધુ એક અંડરપાસનો લાભ મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.