Western Times News

Gujarati News

40 કરોડના ખર્ચે બનેલો વૈષ્ણોદેવી જંકશન અંડરપાસ ખુલ્લો મુકાયો

પોણો કિલોમીટર લાંબા અને 23 મીટર પહોળા બ્રિજનું 40.36 કરોડના ખર્ચે  નિર્માણ થયું

અમદાવાદ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વૈષ્ણોદેવી સર્કલ પાસેના 40 કરોડના ખર્ચે તૈયાર થયેલા અંડરપાસનું લોકાર્પણ કર્યું હતું.

આ પ્રસંગે અમદાવાદના મેયર કિરીટ પરમાર, અમિત શાહ, અમિત ઠાકર, બાબુ જમના પટેલ, હિતેષ બારોટ, ગીતાબેન પટેલ, ભાસ્કર ભટ્ટ, પ્રકાશભાઈ વરમોરા, ઔડાના ચેરમેન એન. થેન્નારસન, મુખ્ય કારોબારી અધિકારી ડી. પી. દેસાઈ તેમજ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.  Gujarat CM Patel dedicates Rs. 40.36 crore underpass on SP Ring road at Vaishnov Devi circle built by AUDA

 

બુધવાર તા. 14 ડિસેમ્બર, 2022 ના રોજ સરદારધામના ઓડિટોરીયમ રૂમથી આ અંડરપાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

વૈષ્ણોદેવી સર્કલ પાસે બનેલા અંડરપાસને કારણે અમદાવાદથી ગાંધીનગર તેમજ રીંગ રોડ પર જતા આવતાં લોકોને ટ્રાફિક જામમાંથી મુક્તિ મળશે. એસ.જી. હાઈવેથી ગાંધીનગર જતાં મોટા જંકશનો પર ફ્લાય ઓવર બ્રીજોને કારણે ટ્રાફિકનું ભારણ આમ પણ ઓછું થઈ ગયું છે.

આ અંડરબ્રિજ ખુલ્લો મુકાતાં ટ્રાફીકની સમસ્યામાંથી મુક્તિ મળશે. આ અંડરબ્રિજના લીધે સરળ અને ટ્રાફિક ફ્રી એસ જી હાઇવેના ઇન્ફ્રાષ્ટ્રક્ચરમાં વધુ એક ઉમેરો થયો છે. AUDA એ 720 મીટર લાંબા અને 23 મીટર પહોળા બ્રિજનું 40.36 કરોડના ખર્ચે  નિર્માણ થયું છે. આ અંડરપાસમાંથી દૈનિક 50 હજારથી વધુ મુસાફરો અહીંથી પસાર થશે.

 

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.