ઉત્તરાયણમાં અમદાવાદીઓ કરોડો રૂપિયાનું ઉંધિયુ-જલેબી આરોગી ગયા
લોકોએ ગૌશાળા અને મંદિરોમાં ગાયની પૂજા કરીને ઘાસનું દાન કર્યુ હતુ. દર્શનાર્થીઓએ ભગવાનને પણ ચિસ્ક્કી,ખીચડી, અને પતંગ અર્પણ કર્યા હતા.
(એજન્સી) અમદાવાદ, અમદાવાદીઓમાં દર વર્ષે ઉત્તરાયણને લઈને અનેરો ઉત્સાહ જાેવા મળે છે. કહેવાય છે કે ઉંધિયા-વગરની ઉતરાયણ અધુરી છે. ઉતરાયણ પર ઉંધિયુ ખાવા માટે લોકો પડાપડી કરતા હોય છે. ઉત્તરાયણ આ વર્ષેે વિકેન્ડમાં આવતા શનિવાર-રવિવારની રજાએ તહેવારની મજા બેવડી કરી નાંખી હતી.
અમદાવાદીઓ ઉત્તરાયણમાં ઉંધીયુ-જલેબી અને કચોરીની મજા માણવાનુ ચુકતા નથી. ઉતરાયણના એક જ દિવસેેેે અમદાવાદીઓ કરોડો રૂપિયાનું ઉંધીયુ, જલેબી અને લીલવાની કચોરી આરોગી ગયા હતા.
આ ઉત્તરાયણ પર સુરતના ઉંધાયિાની માંગ પણ વધારે રહી હતી. આ વર્ષે લોકોએ ઉંધીયુ અને જલેબીની ધુમ ખરીદી કરતા વેપારીઓને પણ તડાકો પડી ગયો હતો. વા્ટસઍપ ઇન્સ્ટાગ્રામ સહિત સોશ્યલ મીડીયામાં જાહેરાતો મુકીને યુવાઓ અને ગૃહિણીઓએ ઘેરબેઠા હજારો કિલો ઉંધીયુ કચોરી, જલેબીનું વેચાણ કર્યુ હતુ.
ફરસાણની દુકાનોમા ઉંધિયુ જલેબી લેવા વહેલી સવારથી જ લાઈનો લાગી ગઈ હતી.દુકાનોમાં ભીડને ખાળવા માટેે અનેક કાઉન્ટર પણ બનાવવામાં આવ્યા હતા. દરેક દુકાનો પર ઉંધિયું બનાવવા માટેે આખીઆખી રાત ખુલ્લ્ી રહી હતી.
ઉંધીયા પાર્ટીની સાથે જામફળ, બોર, ચિક્કી અને શેરડીની મજા પણ માણવાનું લોકો ચુકતા નહોતા. જાે કે ઉંધિયા જલેબીની સાથે આ વર્ષે ચિક્કીના ભાવમાં પણ વધારો નોંધાયો હતો. ઉત્તરાયણને ધ્યાનમાં રાખીને જગન્નાથ મંદિર સહિતના મંદિરોમાં ડેકોરેશન કરવામાં આવ્યુ હતુ. અનેક દર્શનાર્થીઓ વહેલી સવારથી જ મંદિરમાં અને દાન પૂણ્યમાં જાેડાઈ ચુક્યા હતા. બહુચરાજીના મંદિરમાં બંન્ને દિવસેેે ભક્તોની ભારે ભીડ જેમ મેળો જામ્યો હતો.
મકરસંક્રાતિના દિવસે આ વર્ષે દાનનું વિશેષ મહત્ત્વ રહ્યુ છે. ધર્મશાસ્ત્રો પ્રમાણેે દાનથી અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે. તેથી લોકોએ ગૌશાળા અને મંદિરોમાં ગાયની પૂજા કરીને ઘાસનું દાન કર્યુ હતુ. દર્શનાર્થીઓએ ભગવાનને પણ ચિસ્ક્કી,ખીચડી, અને પતંગ અર્પણ કર્યા હતા.
તેલ અને કારીગરોની ઉંચી મજુરીના કારણે આ વર્ષે મોંઘા ભાવનું થયેલુ ઉંધીયુ જલેબી ખરીદવા લોકોએ પૂરી તૈયારી રાખી હતી. ઉંધીયુ રૂા.૪૦૦થી લઈને રૂા.૬૦૦ અને જલેબી રૂા.૬૦૦ના ભાવે વેચાઈ હતી. સાથે શાકભાજીના ભાવ વધતા જ ઉંધિયાના ભાવમાં પણ પ૦ રૂપિયા સુધીનો વધારો નોંધાયો હતો.