લક્ષ્મી ન કહી શકાય એવું અપવિત્ર ધન લાંબુ ટકતુ નથી
કોઈને ઘર ખાલી કરાવવા માટે ધમકાવવુ, પરાણે પૈસા પડાવવા, ઉધ્ધત વર્તન કરવુૃ એ બધા પણ હિંસાના જ પ્રકાર છે, કોઈની પરિસ્થિતિનો કે નબળાઈનો ગેરલાભ લેવો એ પણ એક પ્રકારની હિંસા જ છે
સ્ત્રી, ધન અને રાજ્યની પ્રાપ્તીને અર્થે કોઈ મનુષ્યની હિંસા કોઈપણ પ્રકારે ક્યારેય ન કરવી. એવું સ્વામિનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રીના શ્લોક ક્રમાંક ૧૩માં કહેવામાં આવ્યુ છે.
આપણે ધનની વાતો કરી રહ્યા છીએ અને આ શ્લોકમાં ધનનો ઉલ્લેખ છે. ધન પ્રાપ્ત કરવા માટે હિંસાનો સહારો લેવો નહીં એ ઘણી જ મહત્ત્વની વાત આ શ્લોકમાં કરાઈ છે. અહિંસા પણ મન, વચન અને કર્મની હોવી જાેઈએ. વળી, અહિંસા માત્ર મનુષ્યો માટે જ નહીં, તમામ જીવો માટેે હોવી જાેઈએ.
આપણે સૌથી પહેલાં કર્મની અહિંસા વિશે વાત કરીએ. એક બોધકથામાં કહ્યા અનુસાર જંગલમાંથી પસાર થતાં એક માણસનેેે ડાકુઓ લૂૃટી લેવા માટે આંતરે છે. અને કટારીથી મારી નાંખે છે.એ જ વ ખતે અકે હોસ્પીટલમાં કોઈ અસાધારણ બિમારી ધરાવતા દર્દી પર ઓપરેશન ચાલી રહ્યુ હોય છે. બધાએ આશા છોડી દીધી હોય છે. પરંતુ ડોક્ટરોના નિયમ પ્રમાણેે છેલ્લા શ્વાસ સુધી પ્રયત્ન છોડવામાં આવતો નથી. ડોક્ટર દર્દીના પેટ પર કાપો મુકે છે. અને દર્દીનું મોત થાય છે.
આમાંથી કઈ ઘટનામાં હિંસા થઈ કહેવાય?? શ્લોકમાં કહેવાયુ છે કે ધન કમાવા માટેે હિંસાનો સહારો લેવા ન જાેઈએ. ડાકુઓના કિસ્સામાંપણ ધન પ્રાપ્ત કરવાનો ઈરાદો હતો. અને ડોક્ટરના કિસ્સામાં પણ જીવ બચાવવાનો પ્રયાસ હતો.
જે જીવજંતુઓને લીધે રોગચાળો ફેલાતો હોય તેમને દૂર કરવાની જરૂર પડે છે. રોગચાળો મનુષ્યને, ઉભા પાકને અન્ય જીવને લાગુ પડી શકે છે. આવા સમયે જીવ હણવાને કદાચ હિંસા ન કહેવાય. જાે જીવજંતુઓ કે અન્ય જીવને મારીનેેે તેમાંથી ખાદ્યપદાર્થ બનાવીને કે વસ્ત્રો તૈયાર કરીને પૈસા રળવાનો ઉદ્દેશ હોય તો એ હિંસા કહેવાય.
આમ, હિંસા અને અહિંસા વચ્ચેે ઘણી પાતળી ભેદરેખા હોય છે. શું આપણે મત્સ્યોદ્યોગને કે માછીમારને હિંસાવાદી કહી શકીએ? આ પ્રશ્ન ગહન ચર્ચા માંગી લે એવો છે. ક્યારેય કોઈની ટીકા કરવી નહી. કારણ કે એ પણ એક જાતની હિંસા જ છે. એ હિંસા મનથી થયેલી હિંસા છે.
ઘણી વખત હિંસા અનિવાર્ય હોય છે. જ્યારે પણ ઘર, ઓફિસ, ફેકટરી, રસ્તા, રેલ્વે. બંધનું બાંધકામ થતુ હોય કે બીજુ કોઈ વિકાસકાર્ય થતુ હોય ત્યારે મોટાપાયેે જીવહિંસા થતી હોય છે. તો શુૃ એ બાંધકામ ન કરવુ?? શુૃ એ હિંસા ટાળી શકાય છે?? હુૃ આપણે ભટકતી જાતિની જેમ જંગલમાં રહેવુ?? શુૃં આપણે રસ્તા, પુલ, બંધ, રેલ્વે વગેરે વગર જીવી શકીએ છીએ?? આ બધી વસ્તુઓ આખરે તો મનુષ્યોના લાભાર્થે જ કોઈની આવક માટે જ બંધાતી હોય છે.
પ્રાણી સંગ્રહાલય, પશુઓના રક્ષણ માટેના કેન્દ્ર કે દવાખાનું કે હોસ્પીટલનું બાંધકામ થતુ હોય ત્યારે શુૃ થાય છે?? પ્રાણીઓ માટેની જગ્યાઓ બંધાય એ પણ બાંધકામ જ છે.?? બાંધકામને લગતા આ સવાલ માટે મારી પાસે સ્પષ્ટ જવાબ નથી. આમ, છતાં ઉક્ત શ્લોકને લક્ષમાં રાખીને વિચાર કરવો જરૂરી છે. એ વખતે કઈ બાબત ધ્યાનમાં રાખવી?
શું ફક્ત પૈસા કમાવા માટે હિંસાનો આશરે લેવોનો છે?? શુૃ મૂળભૂત જરૂરીયાત પૂરી કરવા માટે હિંસા કરાઈ છે કે પછી મોજશોખની વસ્તુઓ લેવા માટે કરાય છે?? શુૃ તેનાથી જીવોનુૃ કલ્યાણ થવાનુૃ છે?? શુૃ એ હિંસા કરવાથી મન શાંત થાય છે કે મનની શાંતિ ડહોળાય છે.
મન અને વચનથી પણ હિંસા કરવાનું પણ સ્વીકાર્ય નથી. કોઈને ઘર ખાલી કરાવવા માટે ધમકાવવુ, પરાણે પૈસા પડાવવા, ઉધ્ધત વર્તન કરવું એ બધા પણ હિંસાના જ એક પ્રકાર છે. કોઈની પરિસ્થિતિનો કે નબળાઈનો ગેરલાભ લેવાનુૃ પણ ખોટુ છે. કોઈ ડોક્ટર સર્જરી પહેલાં કે સર્જરી દરમ્યાન દર્દીના પરિવાર પાસેથી વધારે પૈસા માંગે એ પણ હિંસાનું જ સ્વરૂપ છે.
કોઈની સંપત્તિ વિશે ખરાબ ભાવના રાખવી એ પણ એક હિંસા જ છે. બધા જ શ્રીમંતો ગરીબોનું શોષણ કરીને ધનવાન બન્યા છે. સરકાર હંમેશા પૈસાદારોને જ લાભ થાય એવા નિયમો ઘડતી હોય છેે.એણેે આટલા બધા પૈસા ખોટા રસ્તે જ કમાયા હશે. વગેરે જેવા વિચારો હિસા દર્શાવે છે.
એમાં માણસની ઈષ્ર્યા પણ ઝળકે છે. ઈષ્ર્યાને લીધે લાભ, ચિંતા, ઘમંડ, લઘુતાપ્રંથી જેવી લાગણીઓ પેદા થાય છે. હિંસા કોઈપણ સ્વરૂપે હોય, એ અપવિત્ર છે. અપવિત્ર ધનને લક્ષ્મી ન કહેવાય. લક્ષ્મી ન કહી શકાય એવુૃ ધન લાંબુ ટકતુ પણ નથી. ઉલટાનું તે જતી વખતે પણ સમસ્યાઓ સર્જીને જાય છે!!