MPમાં યુનિફોર્મ સિવિલ કોડ માટે કમિટી બનાવવામાં આવશે: શિવરાજસિંહ ચૌહાણ
(એજન્સી)ભોપાલ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે બરવાની જિલ્લાના ચાચરિયા ગામમાં મોટું નિવેદન આપ્યું છે.
ગુરુવારે પીઇએસએ જાગૃતિ કાર્યક્રમમાં જનતાને સંબોધિત કરતી વખતે, મુખ્યમંત્રીએ મધ્યપ્રદેશમાં સમાન નાગરિક સંહિતા અંગે એક સમિતિ બનાવવાની વાત કરી હતી. તે જ સમયે, કાર્યક્રમમાં વડાપ્રધાનના આવાસને લઇને મંચ પરથી મળેલી ફરિયાદો પર સીએમ એ સેંધવા જિલ્લાના સીઇઓને સસ્પેન્ડ કરી દીધા હતા.
મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહયું કે કયારેક મોટી રમત થાય છે. જાે તે પોતે જમીન ન લઇ શકે તો તેણે આદિવાસીના નામે જમીન લીધી. ઘણા બદમાશો એવા પણ આવ્યા છે, જેઓ આદિવાસી દિકરી સાથે લગ્ન કરીને જમીન તેના નામે કરી લે છે.
આજે હું જાગૃતિનો પ્રકાશ પ્રગટાવવા આવ્યો છું. મુખ્યમંત્રીએ કહયું કે દીકરી સાથે લગ્ન કરીને જમીન લીધી. હું એ હકીકતની તરફેણમાં છું કે ભારતમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનો સમય આવી ગયો છે. શા માટે કોઇએ એક કરતાં વધુ લગ્ન કરવા જાેઇએ?
એક દેશમાં બે બંધારણ કેમ છે, એક જ હોવું જાેઇએ. મુખ્યમંત્રીએ કહયુ કે તેઓ મધ્યપ્રદેશમાં પણ એક કમિટી બનાવી રહયા છે. યુનિફોર્મ સિવિલ કોડમાં એક જ પત્ની રાખવાનો અધિકાર છે, તેથી બધા માટે એક જ પત્ની હોવી જાેઇએ.
કાર્યક્રમમાં મુખ્યમ આદિવાસી વેશભૂષામાં જાેવા મળ્યા હતા. તેમણે કહયું કે પેસા એકટ શહેરોમાં લાગુ થશે નહી. આપણા રાજયના અનુસૂચિત જનજાતિના ભાઇઓ અને બહેનો જે વિકાસમાં પાછળ રહી ગયા છે. પેસા એકટ તેમને મજબૂત બનાવશે.
મુખ્યમંત્રીએ કહયું કે જળ, જંગલ અને જમીન પર દરેકનો અધિકાર છે. પેસા કાયદા હેઠળ હવે વન વિભાગના પટવારી અને બીટ ગાર્ડોએ ગામની જમીનનો નકશો, ખસરા, બી-૧ નકલ ગ્રામસભાને બતાવવાનો રહેશે, જેથી જમીનના રેકોર્ડમાં કોઇ ગરબડ ન થાય. મુખ્યમંત્રીએ સેંધવા જિલ્લાના સીઇઓ રાજેન્દ્ર દીક્ષિતને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગેરરીતિ બદલ સસ્પેન્ડ કર્યા છે. તેમણે કહયું કે મારી પાસે ઘણી ફરિયાદ આવી છે, જનતાનો હક્ક કોઇને ખાવા નહી દઇએ.