2 વર્ષ પહેલાં યુનિયન બેંકમાં 44 લાખની લૂંટ કરનારને આશ્રમ આપનારો ઝડપાયો
અંંકલેશ્વરમાં યુનિયન બેન્કની રૂ.૪૪.ર૪ લાખની લૂંટમાં માસ્ટર માઈન્ડને આશ્રય આપનાર ઝડપાયો
અંકલેશ્વર, અંકલેશ્વર યુનિયન બેન્કની ૪૪.ર૪ લાખની લૂંટમાં માસ્ટર માઈન્ડને આશ્રય આપનાર વાપીથી શહેર એ ડિવિઝન પોલીસે ઝડપી પાડયો હતો. લૂંટારું માસ્ટર માઈન્ડ દિવાકર ઉર્ફે ડિસ્કોને સોનમ સોસાયટીમાં તેના મિત્ર શાહુલ મંડલ એ છુપાવ્યો હતો.
પોલીસે જે તે વખતે તેના ઘરમાંથી લૂંટના ૧.૪૦ લાખ ઉપરાંત રોકડ જપ્ત કરી હતી. છેલ્લા બે વર્ષથી વેશપલટો કરી ઉંમર છુપાવવી ભાગતો હતો. વાપી ખાતે રહેતો હોવાની ઈન્ટેલ મળતા શહેર પોલીસે ઝડપી પાડયો હતો. ૩ દિવસના રિમાન્ડ મંજૂર થતાં પોલીસે તપાસ શરૂ કરી હતી.
અંકલેશ્વર શહેરમાં આવેલી યુનિયન બેન્કમાં ૪ ઓગસ્ટ ર૦રરના રોજ દિલધડક રીતે યુનિયન બેન્કમાં ૪૪.ર૪ લાખ ઉપરાંતની લૂંટ થઈ હતી. ફાયરિંગ સાથે બંદૂકની અણીએ થયેલી લૂંટના માસ્ટર માઈન્ડ દિવાકર ઉર્ફે ડિસ્કો અને તેની ગેંગને પોલીસે ગણતરીના સમયમાં અંકલેશ્વર રાજપીપળા રોડ પર આવેલ પર પ્રાંતિય વિસ્તારમાંથી ઝડપી પાડયા હતા
જે તે વખતે માસ્ટર માઈન્ડ દિવાકરને પોતાના ઘરમાં તેના મિત્ર સાહુલ મંડલ અને શ્રી રામ મંડલ એ આશરો આપીને છૂપાવી દીધો હતો. પોલીસે ચોક્કસ માહિતી સાહુલ મંડળલના ઘરશાં સર્ચ કરીને લૂંટના ૧.૪૦.૬૭૦ રૂપિયા જપ્ત જપ્ત કર્યા હતા. સાહુલ મંડલ ઘરમાં સર્ચ થતાં જ ફરાર થઈ ગયો હતો અને છેલ્લા બે વર્ષથી ઓળખ છૂપાવી નાસ્તો ફરતો હતો.
વાપીમાં આવેલ સુનિલ મોડીયાની ચાલીમાં ગુલાનગર, રાતા ખાતેથી સાહુલ મંડલને ઝડપી પાડયો હતો અને તેને અંકલેશ્વર લઈ આવી હતી અને કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા ૩ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસ દ્વારા રિમાન્ડ દરમિયાન માસ્ટર માઈન્ડ દિવાકર ઉર્ફે ડિસ્કો અન્ય સાગરિતો હતા કે કેમ લૂંટમાં ગયેલ રોકડ તેમજ અન્ય સાંયોગિક પુરાવા એકત્ર કરવા પૂછપરછ શરૂ કરી હતી.