40 હજાર કરોડના ખર્ચે ભારતમાં બે પરમાણુ સબમરીન તૈયાર થશે
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણયઃ ભારતીય નૌસેનાની શક્તિમાં વધારો થશે
(એજન્સી)નવી દિલ્હી, ભારત સરકારની સીસીએસ એટલે કે વડાપ્રધાનના નેતૃત્વવાળી કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીએ બે સ્વદેશી પરમાણુ સબમરીનને બનાવવાની પરવાનગી આપી દીધી છે. તેનાથી ભારતીય નૌસેનાની વ્યૂહાત્મક અને આક્રમક શક્તિમાં વધારો થશે. આ સબમરીનના બનવાથી નૌસેનાની શક્તિ હિંદ મહાસાગર વિસ્તાર અને દક્ષિણ ચીન સાગરમાં વધી જશે. Union Govt approves ₹40,000 cr for 2 nuclear-powered submarines at Ship Building Centre, Visakhapatnam!
આ સબમરીનને વિશાખાપટ્ટનમના શિપ બિÂલ્ડંગ સેન્ટરમાં બનાવવામાં આવશે. આને બનાવવામાં લાર્સેન એન્ડ ટુબ્રો જેવી ખાનગી કંપનીઓની મદદ પણ લેવામાં આવી શકે છે. સબમરીન ૯૫ ટકા સુધી સ્વદેશી હશે. આ સબમરીન અરિહંત ક્લાસથી અલગ હશે.
આને પ્રોજેક્ટ એડવાન્સ્ડ ટૅક્નોલાજી વેસલ હેઠળ બનાવવામાં આવશે. હજુ બે સબમરીન બનશે, તે બાદ વધુ ચાર બનાવવામાં આવી શકે છે. ભારતે તાજેતરમાં જ પોતાની બીજી એસએસબીએન એટલે કે પરમાણુ સબમરીન આઈએનએસ અરિહંત કમિશનની છે. આગામી વર્ષની અંદર ભારતીય નૌસેનામાં અલગ-અલગ પ્રકારના ઘણા યુદ્ધજહાજ અને સબમરીન ઉમેરાશે.
આ ૧૨ યુદ્ધ જહાજોમાં ફ્રિગેટ્સ, કોર્વેટ્સ, ડેસ્ટ્રોયર્સ, સબમરીન અને સર્વે વેસલ પણ છે. નૌસેનામાં આ સામેલ થવાથી ઇન્ડિયન ઓશન રીઝનમાં સુરક્ષાનું સ્તર વધી જશે. વિશાખાપટ્ટનમ ક્લાસમાં ચાર યુદ્ધ જહાજ સામેલ છે.
વિશાખાપટ્ટનમ પોતાના ક્લાસનું મુખ્ય યુદ્ધ જહાજ છે. જે આ વર્ષે ડિસેમ્બરમાં નૌસેનામાં સામેલ થશે. આમાં અમુક અપગ્રેડેશનનું કામ ચાલી રહ્યું છે. આ વર્ષે ડિસેમ્બરમાં આ ક્લાસનું આઈએનએસ સુરત પણ સામેલ છે.
આ ક્લાસના ડેસ્ટ્રોયર્સમાં ૩૨ બરાક ૮ મિસાઈલો, ૧૬ બ્રહ્મોસ એન્ટી શિપ મિસાઈલ ૪ ટોર્પિડો ટ્યૂબ્સ, ૨ એન્ટી-સબમરીન રોકેટ લોન્ચર્સ, ૭ પ્રકારના ગન્સ હોય છે. ધ્રુવ અને સી કિંગ હેલિકોપ્ટર તહેનાત છે. આ એવા યુદ્ધજહાજ છે.
જેનાથી સતત બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલોનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ કલવારી ક્લાસ એટલે કે સ્કોર્પીન ક્લાસની ડીઝલ-ઈલેક્ટિÙક એટેક સબમરીન છે.