Western Times News

Gujarati News

ધોળા માર્કેટ યાર્ડ ખાતે કપાસની ખરીદી માટે CII કેન્દ્રનો શુભારંભ કરાવતા કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણીયા

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઉમરાળા દ્વારા આયોજિત-મંત્રીશ્રીએ આ તકે ઉપસ્થિત ખેડૂતો સાથે સંવાદ કર્યો

ઉમરાળા તાલુકાના ધોળા ગામે આવેલ માર્કેટ યાર્ડ ખાતે કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા નાં વરદ હસ્તે કપાસની ખરીદી માટે સી.સી.આઈ.કેન્દ્રનો શુભારંભ કરાવ્યો હતો. સાથે સાથે આ તકે ઉપસ્થિત ખેડૂતો સાથે પણ મંત્રીશ્રીએ સંવાદ કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ તકે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કેપ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ખેડૂતોની સ્મૃદ્ધિ એ સરકારની મુખ્ય પ્રાથમિકતા છે. ઉમરાળાના ખેડૂતોની સુવિધા માટે ધોળા માર્કેટ યાર્ડમાં કપાસ ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવી રહ્યું છે.

ભારત સરકારના સી.સી.આઇ. દ્વારા અપાયેલ આ ખરીદ કેન્દ્રથી આશરે ૩૪,૦૦૦ જેટલા ખેડૂતોને ફાયદો મળશે. આ વિસ્તારમાં મોટાભાગના ખેડૂતો કપાસની ખેતી કરે છેત્યારે ધોળા માર્કેટ યાર્ડમાં જ ખરીદ કેન્દ્ર ખૂલવાથી ખેડૂતો ઘર-આંગણે કપાસ વેચી શકાશે .ખેડૂતોને MSP ઉપર કપાસ વેચવા માટે હવે સુવિધા રહેશે.

તેમણે વધુમાં ઉમેર્યું કેઅહીંના ખેડૂતોની માંગણીને ધ્યાને લઈ ધોળા ખાતે CCI-ખરીદ કેન્દ્ર મંજૂર કરવા બદલ કેન્દ્રિય મંત્રીશ્રી ગિરિરાજસિંઘજીનો આભાર વ્યક્ત કર્યો હતો. ખેડૂતોની સુવિધા માટે બનેલું આ કેન્દ્ર “સૌનો સાથસૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ” ના મંત્રને સાકાર કરી રહ્યું છે.

આ તકે ગઢડાના ધારાસભ્યશ્રી શંભુનાથજી ટુંડીયાશ્રી પેથાભાઈ આહીરશ્રી પ્રતાપભાઈ આહીર તથા ઉમરાળામાં તાલુકા પ્રમુખ રોહિતભાઈ બગદરિયા સહિતના પદાધિકારીઓઅધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.