કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમત ગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા 2 ઓક્ટોબરે પોરબંદર આવશે
સ્વચ્છતા અભિયાન સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી
(પ્રતિનિધિ) અમદાવાદ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે ૧૧-પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમત ગમત મંત્રીશ્રી ડૉ. મનસુખ માંડવિયા પોરબંદરના પ્રવાસે આવનાર છે.
આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીશ્રીના સ્વચ્છ ભારત અભિયાન સાથે જોડાઈને પોરબંદર ખાતે દરિયાકિનારા ખાતે સફાઈ અભિયાનમાં સવારે ૬ વાગ્યે ભાગ લેશે.
ત્યારબાદ તેઓ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે સવારે ૮ વાગ્યે કીર્તિ મંદિર ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરશે તથા પ્રાર્થના સભામાં ભાગ લેશે. કિર્તીમંદિર બાદ સુદામા ચોક ખાતે સવારે ૦૯ વાગ્યે શ્રમદાન કાર્યક્રમમાં ભાગ લઇ સ્વચ્છતા અભિયાનમાં ફાળો આપશે. સવારે ૦૯:૩૦ વાગ્યે બિરલા હોલ, પોરબંદર ખાતે મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમમાં હાજરી આપશે.
સવારે ૧૧ વાગ્યે મંત્રી મનસુખભાઇ માંડવિયા ખાદીભંડાર ખાતે મુલાકાત લેશે અને ખાદીની ખરીદી કરશે. ત્યાંથી કમલાબાગ ખાતે નવી વ્યાયામશાળાનું લોકાર્પણ કર્યા બાદ કમલાબાગ ખાતે આવેલ નવીન ઈ-પોલીસચોકીની મુલાકાત લેશે.બપોરે ૨ વાગ્યે કુતિયાણા ખાતે આવેલ ખાગેશ્રી ગામમાં નવીન પી.એચ.સી.નું લોકાર્પણ અને ગ્રામસભાને સંબોધન કરશે અને બ્લડ ડોનેશન કેમ્પ ખાતે હાજરી આપશે.