Western Times News

Gujarati News

યુનિપાર્ટ્સ ઇન્ડિયાનો IPO 30 નવેમ્બર, 2022નાં રોજ ખૂલશે

યુનિપાર્ટ્સ ઇન્ડિયા લિમિટેડનાં પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર દીઠ રૂ. 548થી રૂ. 577ની પ્રાઇસ બેન્ડ-ઓફર શુક્રવાર, 2 ડિસેમ્બર, 2022નાં રોજ પૂરી થશે

અમદાવાદ, યુનિપાર્ટ્સ ઇન્ડિયા લિમિટેડ (“UIL” અથવા ‘કંપની’) એ બુધવાર, 30 નવેમ્બર, 2022નાં રોજ રૂ. 10ની મૂળ કિંમતનો એક (“ઇક્વિટી શેર્સ”)એવા 14,481,942 ઇક્વિટી શેરો સુધીની ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઇપીઓ) ખુલ્લો મૂકવાની દરખાસ્ત કરી છે, જેમાં ધ કરણ સોની 2018 CG- NG નેવાડા ટ્રસ્ટના 11,00,000 ઇક્વિટી શેર્સ,

ધ મહેર સોની 2018 CG- NG નેવાડા ટ્રસ્ટના 11,00,000 ઇક્વિટી શેર્સ, પમેલા સોની (સામૂહિક રીતે “પ્રમોટર ગ્રૂપ સેલિંગ શેરહોલ્ડર્સ”) દ્વારા 22,00,000 ઇક્વિટી શેર્સ, અશોકા ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (“અશોકા”) દ્વારા 71,80,642 ઇક્વિટી શેર્સ અને અંબાદેવી મોરેશિયસ હોલ્ડિંગ્સ લિમિટેડ (“અંબાદેવી”)ના 21,54,192 ઇક્વિટી શેર્સ (“અશોકા” અને “અંબાદેવી” બંને સાથે “ઇન્વેસ્ટર્સ સેલિંગ શેરહોલ્ડર્સ” તરીકે ઓળખાશે)

અને એન્ડ્રુ વોરેન કોડના 1,77,378 ઇક્વિટી શેર્સ, જેમ્સ નોર્મન હેલેનના 1,77,378 ઇક્વિટી શેર્સ, કેવિન જ્હોન કોડના 1,77,378 ઇક્વિટી શેર્સ, ડેનિસ ફ્રાન્સિસ ડેડેકરના 57,420 ઇક્વિટી શેર્સ, મેલ્વિન કિથ ગિબ્સના 41,730 ઇક્વિટી શેર્સ, વોલ્ટર જેમ્સ ગ્રુબરના 24,706 ઇક્વિટી શેર્સ,

વેન્ડી રિચર્ડ હમ્મેનના 21,556 ઇક્વિટી શેર્સ, માર્ક લુઇસ ડાઉસનના 20,870 ઇક્વિટી શેર્સ, બ્રેડલી લોરેન્ઝ મિલરના 16,366 ઇક્વિટી શેર્સ, મેરી લુઇસ અર્પના 10,440 ઇક્વિટ શેર્સ, ડિયાના લિન ક્રેગ દ્વ્રારા 8,340 ઇક્વિટી શેર્સ, માર્ક ક્રિસ્ટોફર ડોરાઉના 7,710 ઇક્વિટી શેર્સ, ક્રેગ એ જ્હોન્સનના 5,010 ઇક્વિટી શેર્સ અને મિસ્ટી મેરી ગ્રેસિયાના 826 ઇક્વિટી શેર્સનો સમાવેશ થાય છે.

(સાથે મળીને, “ઇન્ડિવિડ્યુઅલ સેલિંગ શેરહોલ્ડર્સ” અને પ્રમોટર ગ્રૂપ સેલિંગ શેરહોલ્ડર્સ અને ઇન્વેસ્ટર સેલિંગ શેરહોલ્ડર્સ ભેગાં મળીને “સેલિંગ શેરહોલ્ડર્સ”) (“ધ ઓફર ફોર સેલ” અથવા “ઓફર”). ઓફરમાં પોસ્ટ-ઓફર પેઇડ-અપ ઇક્વિટી શેર કેપિટલ 32.09 ટકા થશે. ઓફર શુક્રવાર, 2 ડિસેમ્બર, 2022નાં રોજ બંધ થશે.

 

ઓફરની પ્રાઇસ બેન્ડ પ્રતિ ઇક્વિટી શેર રૂ. 548થી રૂ. 577 નક્કી કરવામાં આવી છે. લઘુતમ 25 ઇક્વિટી શેર્સ અને તે પછી 25 શેર્સનાં ગુણાંકમાં બિડ કરી શકાશે.

 

આ ઓફર સેબીનાં ICDR નિયમ 6 (1) ને અનુરુપ બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં 50 ટકાથી વધુ નહીં તેટલી ઓફર ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ  (“QIBs”) ( “QIB હિસ્સો”)ને પ્રમાણસર ફાળવણી માટે ઉપલબ્ધ કરવામાં આવશે. એ શરતે કે કંપની અને BRLMsની સલાહથી ઇન્વેસ્ટર સેલિંગ શેરહોલ્ડર્સ એન્કર ઇન્વેસ્ટર્સને ક્યુઆઇબી પોર્શનના 60 ટકા સુધીની ફાળવણી કરી શકે છે અને આ પ્રકારની ફાળવણીનો આધાર સેબી ICDR નિયમનો (“એન્કર ઇન્વેસ્ટર પોર્શન”)ને અનુરુપ BRLMsની સલાહથી કંપની અને ઇન્વેસ્ટર સેલિંગ શેરહોલ્ડર્સ દ્વારા મુનસફીનાં આધારે હશે. આમાંથી એક તૃતીયાંશ શેરો સ્થાનિક મ્યુચ્યુઅલ ફન્ડ્સ માટે અનામત છે, જે એન્કર ઇન્વેસ્ટર્સને જે ભાવે ફાળવણી કરવામાં આવે (“એન્કર ઇન્વેસ્ટર એલોકેશન પ્રાઇસ”) તેટલાં કે તેનાંથી વધુ ભાવે તેઓ માન્ય બિડ કરે તેને આધીન છે. વધુમાં, ક્યુઆઇબી પોર્શનનાં 5 ટકા (એન્કર ઇન્વેસ્ટર પોર્શનને બાદ કરતાં) ઓફર પ્રાઇસ કે તેનાંથી વધુ ભાવે માન્ય બિડ મળવાને આધીન માત્ર મ્યુચ્યુઅલ ફન્ડોને જ સપ્રમાણ ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ કરવામાં આવશે અને ક્યુઆઇબી પોર્શનનાં બાકીનાં શેરો તમામ મ્યુચ્યુઅલ ફન્ડ્સ સહિત ક્યુઆઇબી (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય)ને સપ્રમાણ ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ કરવામાં આવશે, જે ઓફર પ્રાઇસ કે તેનાંથી વધુ ભાવે માન્ય બિડને આધીન છે. વધુમાં, ઓફરનાં 15 ટકાથી ઓછાં નહીં તેટલાં શેર નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (“નોન-ઇન્સ્ટિટયૂશનલ કેટેગરી”) ને ફાળવણી માટે ઉપલબ્ધ કરવામાં આવશે, જેમાંથી નોન-ઇન્સ્ટિટ્યૂશનલ કેટેગરીમાંથી એક તૃતીયાંશ શેરો રૂ. બે લાખથી રૂ. 10 લાખ સુધીની એપ્લિકેશન સાઇઝ સાથેનાં બિડર્સ માટે અને નોન-ઇન્સ્ટિટ્યૂશનલ કેટેગરીમાંથી બે તૃતીયાંશ શેરો રૂ. 10 લાખથી વધુની એપ્લિકેશન સાઇઝ સાથેનાં બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ કરવામાં આવશે અને નોન-ઇન્સ્ટિટ્યૂશનલ કેટેગરીની આ બે સબ-કેટેગરીમાં અન્ડર-સબસ્ક્રિપ્શનને નોન-ઇન્સ્ટિટ્યૂશનલ કેટેગરીની અન્ય સબ-કેટેગરીને સેબી ICDR નિયમનો પ્રમાણે ફાળવી શકાય, જે ઓફર પ્રાઇસ કે તેનાંથી વધુ ભાવની માન્ય બિડને આધીન છે. વધુમાં, ઓફરનાં મહત્તમ 35 ટકા સેબી ICDR નિયમનોને અનુરુપ રિટેલ ઇન્ડિવિડ્યુઅલ ઇન્વેસ્ટર્સ (રિટેલ કેટેગરી)ને ફાળવણી માટે ઉપલબ્ધ કરવામાં આવશે, જે તેમની પાસેથી ઓફર ભાવ કે તેનાંથી વધુ ભાવે મળનાર માન્ય બિડને આધીન છે.

 

તમામ બિડર (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય)એ માત્ર એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ (“ASBA”) પ્રોસેસ દ્વારા જ ફરજિયાત ભાગ લેવાનો રહેશે અને યુપીઆઇ બિડર્સના કિસ્સામાં સંબંધિત બેન્ક એકાઉન્ટ (યુપીઆઇ આઇડી સહિત)ની વિગતો આપવાની રહેશે, જેમાં સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેન્ક્સ (“SCSBs”) અથવા સ્પોન્સર બેન્ક કે બેન્કો દ્વારા બિડની રકમ બ્લોક કરવામાં આવશે. એન્કર ઇન્વેસ્ટર્સ ASBA પ્રોસેસ દ્વારા એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં ભાગ નહીં લઈ શકે.

 

ઇક્વિટી શેર્સ 22 નવેમ્બર,2022નાં રોજ દિલ્હી ખાતે રજીસ્ટ્રાર ઓફ કંપનીઝ, દિલ્હી અને હરિયાણા ખાતે ફાઇલ કરવામાં આવેલા રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (“RHP”) દ્વારા ઓફર કરવામાં આવી રહ્યા છે અને તેનું લિસ્ટિંગ બીએસઇ લિમિટેડ (“BSE”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ (“NSE”) પર કરવાની દરખાસ્ત છે.

 

એક્સિસ કેપિટલ લિમિટેડ, DAM કેપિટલ એડવાઇઝર્સ અને JM ફાઇનાન્સિયલ લિમિટેડ આ ઓફરનાં બુક રનિંગ લીડ મેનેજર્સ છે.

 

અહીં ઉપયોગ કરવામાં આવેલાં પણ વ્યાખ્યાયિત નહીં કરવામાં આવેલાં તમામ કેપિટલાઇઝ્ડ શબ્દોનો અર્થ RHPમાં જણાવ્યા પ્રમાણે રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.