પાલનપુર સિવિલમાં HIV પોઝીટીવ બાળકો માટે ઉજવાયો અનોખો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ
(તસ્વીરઃ ભગવાનભાઈ સોની,પાલનપુર) આજ રોજ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે બનાસ એન.પી પ્લસ સંસ્થા પરિવાર દ્વારા ડાયમંડ એશોશિએશન પાલનપુર નાં સહયોગ થી માં રાજ્ય શિક્ષણમંત્રી કીર્તિસિંહ વાઘેલા નાં અધ્યક્ષ સ્થાને એકસો પચીસ બાળકોને એજ્યુકેશન કીટ વિતરણ કરી અનોખી રીતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું.
જે કાર્યક્રમ માં ડાયમંડ એશોશિએશન પાલનપુર નાં સહયોગ થી એકસો પચીસ બાળકોને ચોપડા, નોટબૂક, સ્કૂલબેગ, પાણીની બોટલ, નાસ્તાનો ડબ્બો, કંપાસ બોક્સ, પેન – પેન્સિલ નું વિતરણ કરવામાં આવ્યું અન્ય દાતા ડૉ. રોલીચંદ્રા,ડૉ ઉર્વીશ પટેલ, રાહુલભાઈ લીમ્બાચીયા,અનિતાબેન શાહ, પુરવભાઈ મોદી,
હિતેષભાઇ ચૌધરી અને પ્રકાશભાઈ ચૌધરી નાં સહયોગ થી ત્રીસ સગર્ભા એચ.આઇ.વી પોજીટીવ બહેનોને ન્યુટ્રીશન કીટ નું વિતરણ કરવામાં આવ્યુ. પચાસ ટી.બી અને એચ.આઇ.વી પોજીટીવ લોકોને પ્રોટીન પાવડર નું વિતરણ કરવામાં આવ્યું. એકસો ત્રીસ જેટલા ભાઇ-બહેનોને વરસાદ માં રક્ષણ માટે છત્રી નું વિતરણ કરવામાં આવ્યું
આ કાર્યક્રમ ની શોભા વધારવા સાગરભાઈ ચૌધરી, દિનેશભાઇ પટેલ, જયંતીભાઈ પઢીયાર, કાંતિભાઈ પટેલ, જાગૃતિબેન મહેતા,ડૉ સુનિલભાઈ જાેશી, ડૉ સુરેન્દ્ર ગુપ્તા, ડૉ અલકાબેન ઝવેરી , ડૉ રોલીચંદ્રા, ડૉ ઉર્વીશ પટેલ, હિતેષભાઇ ચૌધરી, પ્રકાશભાઈ ચૌધરી, વિરભદ્રસિંહ, દિનેશભાઇ મકવાણા, વસંતભાઈ લીમ્બાચીયા, અનિલાબેન શાહ અને અન્ય સહયોગી મહેમાનો ખાસ હાજર રહી બાળકોને આશીર્વાદ આપ્યા
આ કાર્યક્રમ નું સફળ સંચાલન અને કોડીનેશન બનાસ એન.પી.પ્લસ નાં સેક્રેટરી નરેશભાઈ દ્વારા કરવામાં આવ્યુ અને સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા મફાજી ઠાકોર, દીપકભાઈ પટેલ, નવનીતભાઇ મકવાણા, અરુણાબેન નાઈ, વર્ષાબેન જાેશી, સોનલબેન મકવાણા, જયશ્રીબેન પુરોહિત, શારદાબેન ભાટી, કિરણભાઈ ચાવડા, રાજુભાઈ સોનગરા દ્વારા કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.