Western Times News

Gujarati News

UK ના વડાપ્રધાન રીષી સુનક G20માં ભાગ લેવા દિલ્હી પહોંચ્યા

બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના, ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની, આર્જેન્ટિનાના પ્રમુખ આલ્બર્ટો ફર્નાન્ડીઝ અને IMFના વડા ક્રિસ્ટાલિના જ્યોર્જિવા પણ G20માં ભાગ લેવા દિલ્હી એરપોર્ટ ઉતર્યા હતા.

આગામી તા.9-10ના દિલ્હીમાં મળનારી જી-20 દેશોની શિખર પરિષદમાં હાજરી આપવા માટે UK ના વડાપ્રધાન રીષી સુનક અને તેમના પત્નિ અક્ષતા મુર્તિ દિલ્હી એરપોર્ટ ખાતે આજે ઉતર્યા હતા. જ્યાં તેમનું સ્વાગત ભારતના કેન્દ્રીય મંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના, ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની, આર્જેન્ટિનાના પ્રમુખ આલ્બર્ટો ફર્નાન્ડીઝ અને IMFના વડા ક્રિસ્ટાલિના જ્યોર્જિવા પણ G20માં ભાગ લેવા દિલ્હી એરપોર્ટ ઉતર્યા હતા.  જેઓ G20 સમિટ માટે શુક્રવારે અહીં પહોંચ્યા હતા. બાંગ્લાદેશના વડાપ્રધાનનું સ્વાગત દર્શનાબેન જરદોશે કર્યુ હતું.

રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુટીન બાદ ચીનના રાષ્ટ્રવડા શી જીનપીંગ પણ આ સમીટમાં હાજર નહી રહેવા કરેલા નિર્ણય પર આકરો પ્રતિભાવ આપતા વિદેશમંત્રી એસ.જયશંકરે કહ્યું કે ભૂતકાળમાં પણ જી.20 સહિતની અનેક શિખર પરિષદમાં એક યા બીજા રાષ્ટ્રવડાઓ કોઈને કોઈ કારણોસર હાજર રહ્યા નથી.

આ પ્રકારની સ્થિતિ પહેલીવાર થઈ નથી. વિદેશમંત્રીએ આકરી ભાષાનો પ્રયોગ કરતા કહ્યું કે જો કોઈ રાષ્ટ્રવડાઓ કોઈ કારણોસર રહી શકતા ના હોય તો કોઈ ફર્ક પડતો નથી. મહત્વનું એ છે કે એ દેશનું વલણ શું છે અને સ્થિતિ શું છે! અને જયારે તેઓ પોતાના કોઈ પ્રતિનિધિને જી.20માં મોકલે

https://westerntimesnews.in/news/230683/rishi-sunak-of-indian-origin-is-influential-in-britain-mp-5-times-wealth-more-than-7300-crores/

 

તો તેનો અર્થ એ છે કે તેઓ આ પ્રકારની બેઠકોને અત્યંત ગંભીરતાથી લઈ જ રહ્યા છે. ચીન અને રશિયા જેવા બે ટોચના રાષ્ટ્રવડાઓની ગેરહાજરીથી જી.20ની જે કામગીરી છે તેના પર કોઈ ફર્ક પડશે નહી. ચીનના વડાપ્રધાન લી. કિયાંગ આવી રહ્યા છે તો રશિયાએ તેના વિદેશમંત્રી સર્ગઈ આવી રહ્યા છે.

જી.20માં રશિયાએ યુક્રેન યુદ્ધ અંગે તેની સ્થિતિ સ્પષ્ટ કહેતા પ્રસ્તાવની કરેલી માંગ પર શ્રી જયશંકરે કહ્યું કે કોઈપણ દેશ તેની રાષ્ટ્રીય સ્થિતિ સ્પષ્ટ કરવા માટે કોશીશ કરશે પણ આ માટે હાર જોવી પડશે અને વાસ્તવિક વાતચીત શુ થશે તેના પર જવું પડશે. તેઓએ જી.20 આમંત્રણ અને તેની સાથે જે રાષ્ટ્રપતિ ઓફ ભારત શબ્દનો વિવાદ સર્જાયો છે. તેના પર ટીપ્પણી કરતા કહ્યું કે આ એક અલગ યુગ છે. અલગ સરકાર છે અને અલગ રીતે વિચારે છે.

વડાપ્રધાને જે પ્રક્રિયા અનુભવી અને તે દિશામાં કામ કર્યુ છે. જી.20ના એક રાષ્ટ્રીય પ્રયાસ પણ છે અને તે રીતે જોવાવું જોઈએ પણ જે લોકોને લાગતું હોય કે તે 1983ની સ્થિતિમાંજ રહેવા માંગતા હોય તો તે યુગમાં પડયા રહેવામાં તેમનું સ્વાગત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.