ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ગિફ્ટ સીટીમાં આંતર રાષ્ટ્રીય સ્તરના શિક્ષણની સુવિધા આપશે
યુનિવર્સિટી ઓફ વોલ્લોંગોંગ ભારતમાં શૈક્ષણિક આધાર ધરાવતી પ્રથમ યુનિવર્સિટી બનવાના માર્ગે અગ્રેસર
આ પહેલ ગુજરાતના ગિફ્ટ સિટીમાં UOWનું આંતરરાષ્ટ્રીય સ્તરનું શિક્ષણ, સંશોધન અને ઉદ્યોગ સાથે જોડાણની સુવિધા આપશે
અમદાવાદ, યુનિવર્સિટી ઓફ વોલ્લોંગોંગ(UOW)અને ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી) વચ્ચે જોડાણમાં કે સ્વતંત્ર ધોરણે ગિફ્ટ સિટીમાં શિક્ષણ, સંશોધન અને ઔદ્યોગિક જોડાણ માટે લોકેશન સ્થાપિત કરવા લેટર ઓફ ઇન્ટેન્ટ (એલઓઆઇ) પર ઔપચારિક હસ્તાક્ષર થયા હતા.
આ હસ્તાક્ષર સમારંભમાં એન્ટરપ્રાઇઝ, ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડના ન્યૂ સાઉથ વેલ્સ ગવર્મેન્ટના મંત્રી આદરણીય સ્ટુઅર્ટ આયરેસ એમપી, UOWના બિઝનેસ અને લૉ પ્રોફેસરના ફેકલ્ડીના એક્ઝિક્યુટિવ ડીન કોલિન પિકર તથા UOW ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર અને મહાન ક્રિકેટર એડમ ગિલક્રિસ્ટ એએમ ઉપસ્થિત રહ્યાં હતાં.
UOW 3Dબાયોપ્રિન્ટિંગ,પરિવહન, અદ્યતનમેડિસિનસોલ્યુશન્સના ક્ષેત્રોમાં વ્યૂહાત્મક સંશોધનાત્મક જોડાણો દ્વારા ભારત સાથે મજબૂત સંબંધો ધરાવે છે તથા સ્કોલરશિપ્સમારફતે ભારતીય પ્રતિભાને પ્રોત્સાહન આપે છે તેમજ ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરતાં ભારતીય વિદ્યાર્થીઓ વચ્ચે લાંબા સમયથી લોકપ્રિય છે.
શરૂઆતમાં યુનિવર્સિટીએ સપ્ટેમ્બર, 2023ના પ્રારંભમાં શરૂઆત કરવાની યોજના બનાવી, ત્યારે તેનો ઉદ્દેશ ફાઇનાન્સ, બિઝનેસ અને STEM અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.
UOWએ વર્ષ 2023માં UOWના ઓસ્ટ્રેલિયન કેમ્પ્સમાંથી એકમાં એક પ્રોગ્રામમાં સામેલ થવા ઇચ્છતા બે પ્રતિભાવંત ભારતીય વિદ્યાર્થીઓને 30,000-30,000 ઓસ્ટ્રેલિયન ડોલરની નવી વાઇસ-ચાન્સેલરશિપ સ્કોલરશિપની જાહેરાત પણ કરી હતી. અરજીપ્રક્રિયા મે, 2023થી શરૂ થશે.
આ હસ્તાક્ષર સમારંભમાં પ્રોફેસર પિકરે જણાવ્યું હતું કે, યુનિવર્સિટી સંશોધન અને વ્યૂહાત્મક જોડાણો દ્વારા ભારત સાથે ગાઢ સંબંધ ધરાવે છે તથા ગુજરાતમાં શૈક્ષણિક સ્થાન ધરાવવાથી બંને દેશો વચ્ચેના સંબંધો વધારે ગાઢ બનશે તથા NSW અને ગુજરાત વચ્ચે સિસ્ટર-સ્ટેટ સંબંધો પણ મજબૂત થશે.
પ્રોફેસર પિકરે કહ્યું હતું કે, “અમને ભારતમાં શૈક્ષણિક સ્થાન ધરાવવાના માર્ગે અગ્રેસર થનાર પ્રથમ ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટી હોવાની ખુશી છે.”
તેમણે ઉમેર્યું હતું કે, “UOW આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત ધ્યાન અને સાખ ધરાવે છે, જે ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઓમાં સૌથી મોટા ઓફશોરપ કેમ્પસ પૈકીનું એક છે. અમે સંયુક્ત આરબ અમીરાત, હોંગકોંગ અને મલેશિયા સહિત દુનિયાભરના અંદાજે 7,000 વિદ્યાર્થીઓને અમારા વિવિધ કેમ્પસમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું શિક્ષણ આપીએ છીએ
તેમજ ચીન અને સિંગાપોરમાં શૈક્ષણિક સ્થાનો ધરાવીએ છીએ. દુબઈમાં UOWએ વર્ષ 2018માં એની 25મી સિલ્વર જ્યુબિલી વર્ષગાંઠ ઉજવી હતી. જાન્યુઆરી, 2022માં તેણે દુબઈના નોલેજ પાર્કમાં એક નવા 200,000 ચોરસ-ફૂટ ‘ભવિષ્યના કેમ્પસ’ની શરૂઆત કરી હતી.
“ભારત દુનિયામાં યુવાનોની સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ પૈકીનો એક છે, જેની કુલ વસ્તીનો 50 ટકાથી વધારે હિસ્સો 25 વર્ષથી ઓછી વય ધરાવે છે. આ UOW જેવી સંસ્થા માટે ભારતમાં યુવાનોને કૌશલ્યો વિકસાવવા અને પ્રોત્સાહન આપવાની ઘણી તકો આપે છે.
“અમે મે, 2023માં ભારતમાં ગિફ્ટ સિટીમાં અમારી કામગીરી શરૂ કરવા અતિ આતુર છીએ, જે ભારતીય નિયમનોને આધિન છે.”
“UOWની હાજરી ગિફ્ટ સિટીના ચોક્કસ શાખાઓમાં ભારતીય અને વિદેશી એમ બંને વિદ્યાર્થીઓને સેવા આપતા આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક કેન્દ્ર તરીકે પોતાને સ્થાપિત કરવાના ઉદ્દેશો પૈકીનો એક ઉદ્દેશ પાર પાડવામાં પૂરક છે.”
ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટ કેપ્ટન એડમ ગિલક્રિસ્ટ ક્રિકેટમાં લાંબી કારકિર્દીને કારણે ભારત સાથે ગાઢ સંબંધ ધરાવે છે અને વર્ષ 2008થી UOWના ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કામ કરે છે.
શ્રી ગિલક્રિસ્ટે કહ્યું હતું કે, “મને હસ્તાક્ષર સમારંભમાં સામેલ થવાની ખુશી છે અને UOWના ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે મને વધારે ખુશી છે, જે ભારતમાં આ પગલું લેનાર પ્રથમ ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટી છે.”
“ભારત ઘણી સંભવિતતા ધરાવે છે અને ઘણા મહત્વાકાંક્ષી ભારતીય વિદ્યાર્થીઓ સાથે UOW જેવી વૈશ્વિક-સ્તરની સંસ્થા ધરાવવી ઉચિત છે, જે તેમની કારકિર્દીઓને વિકસાવવા ઉચિત કૌશલ્યો અને કાર્યક્રમો પ્રદાન કરે છે.
“સ્કોલરશિપ બે પ્રતિભાવંત વિદ્યાર્થીઓને ઓફર થઈ છે, જે UOWની લાભદાયક ચેષ્ટા છે અને તેમની પ્રતિભાને બિરદાવે છે તેમજ તેમને યુનિવર્સિટીમાં શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રેરિત કરે છે.”