યુનિવર્સિટી ઓફ વોલોંગોંગ ઈન્ડિયાએ અફ્થોનિયા લેબ્સ સાથે ભાગીદારી કરી
યુનિવર્સિટી ઓફ વોલોંગોંગ ઈન્ડિયા કેમ્પસે પ્રેક્ટિકલ ફિનટેક અનુભવ પૂરો પાડવા માટે અફ્થોનિયા લેબ્સ સાથે સહયોગ કર્યો
યુનિવર્સિટી ઓફ વોલોંગોંગ (યુઓડબ્લ્યુ) ઈન્ડિયા કેમ્પસે અર્લી-સ્ટેજ ફિનટેક સ્ટાર્ટઅપ્સ માટે બેંગાલુરુ સ્થિત ઇન્ક્યુબેટર અફ્થોનિયા લેબ્સ સાથે સમજૂતીપત્ર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે. ફિનટેક સેક્ટરમાં ક્યુરેટેડ કોર્સીસ સાથે પ્રત્યક્ષ અનુભવ પૂરો પાડવા અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે અર્લી-સ્ટેજ ફિનટેક સ્ટાર્ટઅપ્સ માટે બેંગાલુરુ સ્થિત ઇન્ક્યુબેટર અફ્થોનિયા લેબ્સના સીઈઓ તનુલ મિશ્રા અને યુઓડબ્લ્યુ ઈન્ડિયાના કેમ્પસ ડિરેક્ટર નિમય કલ્યાણી દ્વારા યુઓડબ્લ્યુ ઈન્ડિયા કેમ્પસ ખાતે આ એમઓયુ કરવામાં આવ્યો હતો.
યુઓડબ્લ્યુ કેમ્પસ ફિનટેક શિક્ષણમાં લીડર તરીકે યુનિવર્સિટીની ભૂમિકાને વધારવા માટે અફ્થોનિયા લેબ્સ સાથેના સહયોગમાં કમ્પ્યૂટર સાયન્સ અને ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ તથા ફાઇનાન્સ અને ફિનટેકમાં કોર્સીસ પૂરા પાડશે. આ ભાગીદારી દ્વારા યુઓડબ્લ્યુ ઈન્ડિયાના વિદ્યાર્થીઓ અફ્થોનિયા લેબ્સની નિપુણતાની એક્સેસ મેળવશે અને ઉદ્યોગના પ્રોફેશનલ્સ ગેસ્ટ લેક્ચર્સ પૂરા પાડશે જેનાથી શિક્ષણ જગત અને ઉદ્યોગ વચ્ચેનું અંતર અસરકારક રીતે ઘટશે.
એમઓયુની મુખ્ય ખાસિયતોમાં યુઓડબ્લ્યુ ઈન્ડિયા ખાતેના એકેડમિક એડવાઇઝર્સ તરીકે અફ્થોનિયા લેબ્સના પ્રતિનિધિઓની નિયુક્ત અને સ્ટુડન્ટ ઇન્ટર્નશિપ માટેની તકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આ કરાર અફ્થોનિયા લેબ્સમાં સ્ટુડન્ટ પ્લેસમેન્ટની સુવિધા આપશે જેનાથી વિદ્યાર્થીઓ વધતા ફિનટેક સેક્ટરમાં તેમની કારકિર્દીનો પ્રારંભ કરી શકે.
આ ભાગીદારી અંગે યુઓડબ્લ્યુ ઈન્ડિયાના કેમ્પસ ડિરેક્ટર નિમય કલ્યાણીએ જણાવ્યું હતું કે અફ્થોનિયા લેબ્સ સાથેનો સહયોગ ફાઇનાન્શિયલ ટેક્નોલોજીમાં યુઓડબ્લ્યુના માસ્ટર્સ પ્રોગ્રામને વધારે છે અને ભારતમાં ઉદ્યોગ સંબંધિત શિક્ષણ પૂરું પાડવાના વર્તમાન પ્રયાસોનો એક ભાગ છે. ફિનટેક એ દેશમાં એક ઉભરતું ક્ષેત્ર છે અને આગામી વર્ષોમાં તેમાં તકોમાં પ્રચંડ વધારો થવાની સંભાવના છે. અમારા વિદ્યાર્થીઓ આ ટ્રેન્ડનો લાભ લે તે માટે તેમણે ઉદ્યોગના કામકાજનો પ્રત્યક્ષ અનુભવ મેળવવો જરૂરી છે. અમારા ઇન્ડસ્ટ્રી પાર્ટનર્સ ફિનટેકમાં ફ્યુચર લીડર્સ બનવા માટે જરૂરી કુશળતાઓ અને જ્ઞાનથી અમારા વિદ્યાર્થીઓને સજ્જ કરવા માટે મહત્વની ભૂમિકા ભજવશે.
અફ્થોનિયા લેબ્સના સીઈઓ તનુલ મિશ્રાએ જણાવ્યું હતું કે અમે ભારતીય યુનિવર્સિટીઓમાં વિશિષ્ટ ફિનટેક અભ્યાસક્રમોની તાત્કાલિક જરૂરિયાતને ઓળખીએ છીએ. જેમ જેમ ક્ષેત્ર ઝડપથી વિકસિત થાય છે તેમ સંસ્થાઓએ વિદ્યાર્થીઓને સફળતા માટે આવશ્યક કૌશલ્યોથી સજ્જ કરવા માટે તેમના અભ્યાસક્રમને અપડેટ કરવો જોઈએ.
આ ભાગીદારીમાં ઉભરતી ટેક્નોલોજીઓ પર કેન્દ્રિત અભ્યાસક્રમો હશે જે ભવિષ્યના લીડર્સને તૈયાર કરશે અને નોકરીની તૈયારીમાં વધારો કરશે. મજબૂત ફિનટેક એજ્યુકેશન ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપીને અમે આર્થિક વૃદ્ધિને આગળ વધારી શકીએ છીએ અને ઉદ્યોગ નિષ્ણાતો સાથે સહયોગ દ્વારા વિદ્યાર્થીઓને સશક્ત બનાવી શકીએ છીએ.
અફ્થોનિયા લેબ્સ સાથેની આ ભાગીદારી ઉદ્યોગ સહયોગોની યુઓડબ્લ્યુ ઈન્ડિયાની વધતી યાદીમાં ઉમેરો કરે છે. ગત વર્ષે નવેમ્બરમાં તેનું કેમ્પસ લોન્ચ કરનાર યુઓડબ્લ્યુ ઈન્ડિયા હાલ વિદ્યાર્થીઓની તેની આગામી બેચ માટે અરજીઓ સ્વીકારી રહી છે.