કમોસમી વરસાદે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવી લીધો
અમદાવાદ, ભાવનગર જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી થયેલા કમોસમી વરસાદથી અને ભારે પવન સાથે વરસાદ આવતા ખેડૂતોના ખેતરમાં રહેલ પાકને ભારે નુકસાન થયું છે. ચણા અને ઘઉંના ખેતરમાં પાથરા હતા. Unseasonal rain caused heavy damage to crops
અચાનક આવેલા વાવાઝોડાનાં કારણે પાથરા ઉડી ગયા હતાં. તેમજ કેરી ખરી પડતા ભારે નુકસાન થયું છે. ભાવનગર જિલ્લાનાં મહુવા, તળાજા, પાલિતાણા, જેસર, ગારિયાધાર, વલભીપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ઘઉં, ચણા, જીરું, લીંબુ વગેરે પાકોને વ્યાપક નુકસાન થયુ છે.
જેથી ખેડૂતોએ સરકાર પાસે સરવે કરાવી નુકસાનની સહાય આપવા માંગ કરી છે. જેસર પંથકમાં ફુંકાયેલા મીની વાવાઝોડાનાં કારણે ઉભો પાક ઢળી ગયો હતો. ઘઉં ઢળી પડતા ખેડૂતોને નુકસાની થઇ છે. તેમજ કેટલીક જગ્યાએ ઘઉં મુળમાંથી ઉખડી ગયા હતાં.
આ પ્રકારના નુકસાન ઠવી, ભમોદરા, જેસર પંથકના ગામોમાં પણ થયુ છે. હાલ આંબામાં મોર અને ખાખડી છે. પરંતુ માવઠા અને ભારે પવનનાં કારણે ખાખડીને ભારે નુકસાન થયું હતું. ખાખડી ખરી પડી હતી. મોર પણ ખરી ગયો હતો. વ્યાપક પ્રમાણમાં કેરીનાં પાકને નુકસાન થયું છે. ખેડૂતોએ સરવે કરી સહાય આપવાની માંગ કરી છે.SS1MS