દેશના ઘણા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી
અમદાવાદ, ગુજરાતમાં શિયાળાની વિદાયની શરૂઆત થઇ ગઇ છે. રાજ્યના ૧૨ શહેરોમાં તાપમાનનો પારો ૧૫ ડિગ્રીએ પહોંચતા ઠંડીમાં પ્રમાણસર ઘટાડો થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ તાપમાનમાં કોઈ ફેરફારની શક્યતા નહીંવત છે.
કચ્છ-સૌરાષ્ટ્રમાં સવારે હજુ પણ કડકડતી ઠંડીનો માર યથાવત છે. ૯ ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું. તો રાજકોટ અને સુરેન્દ્રનગરમાં તાપમાન ૧૨.૪ ડિગ્રી પર પહોંચ્ય્યું, પોરબંદર, ભૂજ,કેશોદ, મહુવામાં પણ તાપમાનના પારો ૧૪ ડિગ્રીએ પહોંચ્યો.
અમદાવાદમાં તાપમાનનો પારો ૩૦ ડિગ્રીને પાર થતા ઠંડીનું પ્રમાણ નહિવત અનુભાવાઇ રહ્યું છે. અમદાવાદમાં મિશ્ર સિઝનનો અનુભવ થઇ રહ્યો છે. સવારે અને મોડી રાત સિવાય લોકો ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. .. અમદાવાદમાં લઘુતમ તાપમાનનો પારો ૧૨.૩ ડિગ્રી પર પહોંચ્યો.. આગામી પાંચ દિવસ ૧૪થી ૧૬ ડિગ્રી વચ્ચે તાપમાન રહેવાની આગાહી છે. તો પહાડી રાજ્યોમાં કાતિલ ઠંડીનો માર યથાવત છે.
હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારો અને ઉત્તરાખંડમાં હળવા વરસાદની સાથે હિમ વર્ષાની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. દેશના કેટલાક રાજ્યોમાં તાપમાનનો પારો ચઢતા ઠંડીનું પ્રમાણ મહદઅંશે ઘટી રહ્યું છે. તો બીજી તરફ યુપી સહિત આ વિસ્તારમાં વરસાદનું અનુમાન છે.
ઉત્તર પ્રદેશમાં આ દિવસોમાં ઠંડીનું મોજું યથાવત છે, પરંતુ ટૂંક સમયમાં જ લોકોને તીવ્ર ઠંડી અને કોલ્ડવેવથી રાહત મળવાની છે. આગામી ૪૮ કલાકમાં ઠંડીનો પ્રકોપ ઓછો થવાની સંભાવના છે. દરમિયાન, ૩૧ ડિસેમ્બરથી પશ્ચિમ યુપી અને પૂર્વીય યુપીના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં વરસાદની સંભાવના છે. તો બીજી તરફ દિલ્લીની વાત કરીએ તો આ શિયાળામાં હવામાનનો મિજાજ જ નહીં, તેની આગાહી પણ એક કોયડો બની ગઈ છે. જો આગાહી ઠંડી હોય તો સૂર્ય ચમકે છે અને જ્યારે આકાશ સ્વચ્છ રહેવાની આગાહી કરવામાં આવે છે તો દિવસભર વાદળછાયું વાતાવરણ રહે છે.
ઉદાહરણ તરીકે, શનિવારે, દિવસભર સૂર્યપ્રકાશ રહ્યો,, તેથી માત્ર તાપમાનમાં વધારો થયો ન હતો, પરંતુ ઠંડીમાં પણ અચાનક ઘટાડો થયો હતો. પરંતુ રવિવારે દિવસભર વાદળછાયું વાતાવરણ રહેતા ઠંડીમાં ફરી વધારો થયો હતો. તાપમાન પણ સામાન્ય કરતાં ઓછું નોંધાયું હતું.SS1MS