Western Times News

Gujarati News

દ્વારકા-અમદાવાદમાં કમોસમી વરસાદ, સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ

અમદાવાદ, હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે કમોસમી વરસાદ રહેશે. કેટલાક વિસ્તારમાં ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદ પડશે.

હવાવાન વિભાગની આગાહી મુજબ, યાત્રાધામ દ્વારકામાં વહેલી સવારે ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો. અચાનક વાતાવરણમાં પલટો થતાં ગાજવીજ સાથે વરસાદ સાથે વીજ પુરવઠો પણ બંધ થયો હતો. અચાનક કમોસમી વરસાદ પડતા સમગ્ર દ્વારકાના રોડ રસ્તા પાણી પાણી થઈ ગયા હતા. યાત્રાધામ દ્વારકામાં ભર ચોમાસા જેવો વરસાદી માહોલ જાેવા મળ્યો હતો. Unseasonal rain in Dwarka Ahmedabad Gujarat

અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસશે. ૩૦ માર્ચે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, દ્વારકા, મોરબી, કચ્છ, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ જિલ્લામાં વરસાદ વરસી શકે છે.

૩૧ માર્ચે ગીર સોમનાથ, સુરત, નવસારી, વલસાડ અને ભરુચ જિલ્લામાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના મતે વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ છે. વાદળ છાયા વાતાવરણને લઈને ફરીથી ખેડૂતોની ચિંતા વધી છે. જાે હવે વરસાદ પડશે તો ખેડૂતોના પાછોતરા ઘઉં અને લસણના પાકમાં સૌથી વધુ નુકસાન થશે.

સૌરાષ્ટ્રમાં અમુક ખેડૂતોએ કપાસનો પાક કાઢીને પાછોતરા ઘઉંનું વાવેતર કર્યું હતું, અમુક વિસ્તારોમાં ખેડૂતોનું લસણ ડાબામા ખેતરોમાં પડ્યું છે. સાથે જ કેરીના પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન થશે. એક મહિનાના સમયગાળામાં સતત ચોથી વખત વરસાદ પડશે તો ફરીથી ખેડૂતોની મુશ્કેલી વધશે.

જાેકે સરકાર દ્વારા હજી સુધી સૌરાષ્ટ્રના એક પણ જિલ્લામાં ખેડૂતોને એક પણ રૂપિયાની સહાય મળી નથી. સરકારના નિયમો એવા કે ખેડૂતોનો પાક નિષ્ફળ જાય તો પણ તેમને સહાય ન મળે. અલગ અલગ વિસ્તારોમાં કૃષિ અધિકારીઓએ સર્વે કર્યા પરંતુ ખેડૂતોને ફદીયું પણ મળ્યું નથી.

દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં ફરી એકવાર હવામાન બદલાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી-એનસીઆરમાં ગુરુવારે (૩૦ માર્ચ) વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદ પડી શકે છે. ઉત્તર પ્રદેશમાં પણ હવામાનમાં ફેરફારની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુરુવારે બપોર અથવા સાંજથી ભારે પવન ફૂંકાશે.

શુક્રવારે (૩૧ માર્ચ)ના રોજ વાવાઝોડા સાથે વરસાદની સંભાવના છે. આ સ્થિતિ શનિવાર સુધી યથાવત રહેવાની ધારણા છે. લખનૌમાં ૩૧ માર્ચ અને ૧ એપ્રિલ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સૌથી પહેલા રાજસ્થાનને અસર કરશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.