Weather:રાજ્યમાં તારીખ ૪,૫ અને ૬ માર્ચે કમોસમી વરસાદ પડી શકે છે
અમદાવાદ, ગુજરાતમાં વાતાવરણને લઈને વધુ એક આગાહી સામે આવી છે. રાજ્યમાં તારીખ ૪,૫ અને ૬ માર્ચે કમોસમી વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં મંદ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર,દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મંદ વરસાદ આવી શકે છે. એટલું જ નહીં, વડોદરા, ડાંગ, છોટાઉદેપુર, મહીસાગર, નર્મદા અને નવસારીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ,ભાવનગર,પોરબંદર,જૂનાગઢ અને અમરેલીમાં પણ વરસાદની સંભાવના છે. તાપમાનમાં ૩થી ૫ ડિગ્રીનો વધારો પણ રાજ્યભરમાં થઈ શકે છે. આ તાપમાનમાં વધારાની સાથે આગામી ૩ દિવસમાં ગરમી અને બફારો પણ વધી શતે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીનો પ્રકોપ જાેવા મળશે. ગીર સોમનાથમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. SS3.PG