સામે આવી અનંત-રાધિકાની અનસીન તસવીર
મુંબઈ, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં લગ્નમાં ખેલાડીઓ, બોલિવૂડ હસ્તીઓ સાથે અનેક મોટાં માણસોએ હાજરી આપી હતી. અંબાણી પરિવાર માટે આ દિવસ ખાસ હતો. શુભ આશીર્વાદ અને મંગળ ઉત્સવ પર પણ સેલેબ્સે ખૂબ ધૂમ મચાવી હતી.
હવે કપલનાં જયમાળાની તસવીર સામે આવી છે. આ તસવીર સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહી છે.અનંત અને રાધિકાનાં લગ્ન પછી બીજા દિવસે શુભ આશીર્વાદ અને ત્રીજા દિવસે મંગળ ઉત્સવ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફંક્શનમાં અનેક મોટી હસ્તીઓએ હાજરી આપી હતી.
આ ખાસ દિવસે પીએમ નરેન્દ્ર મોદીએ પણ વર વધૂને આશીર્વાદ આપ્યાં હતા. આ ફંક્શનની તસવીરો અને વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહ્યાં છે. કપલનાં જયમાળાની તસવીર ધડાધડ ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે.આમ, તમને જણાવી દઇએ કે અનંત-રાધિકાનાં લગ્નનાં દિવસની આ તસવીર ફેમસ વેડિંગ ફોટોગ્રાફર જોસેફ રાધિકાએ શેર કરી છે.
જયમાળા દરમિયાન એક ખાસ પળને કેમેરામાં કેદ કરી લીધી છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં લગ્નની આ એક શાનદાર તસવીર છે જેને લોકોનું દિલ જીતી લીધું છે.અનંત અને રાધિકાનાં ફંક્શનની તસવીરો અને વીડિયો એકથી એક મસ્ત હોય છે. આ વચ્ચે કપલની આ તસવીર જોઇને તમે નજર નહીં હટાવી શકો.
જયમાલા દરમિયાન આ તસવીરમાં અનંત અને રાધિકા એકબીજાની આંખોમાં ખોવાયેલા જોવા મળ્યાં. આ ફોટા તમે જોઇ શકો છો કે બન્ને એકબીજામાં ખોવાઇ ગયા છે અને મસ્ત સ્માઇલ આપીને એકબીજાની આંખો સામે જોઇ રહ્યાં છે. આ ક્યૂટ નખરા જોઇને તમે પણ ઇમ્પ્રેસ થઇ જશો.
વાયરલ થઇ રહેલી તસવીરમાં અનંત અને રાધિકા ખૂબ ખુશ જોવા મળી રહ્યાં છે. જ્યારે અનંત રાધિકાને હાર પહેરાવે છે ત્યારે પરિવાર અને નજીકનાં મિત્રો એને પકડીને ઉપાડે છે. આ સમયે ફંક્શનમાં એક મસ્ત મોડ આવી જાય છે. આ સમયે ત્યાં હાજર રહેલાં લોકોનો પ્રેમ આ પળને યાદગાર બનાવે છે. આમ કહી શકાય કે મનને ગમી જાય એવી તસવીર વાયરલ થઇ રહી છે.SS1MS