પથ્થર ભરેલી ટ્રક ઉભી રહેલી બસ પર પલટીઃ 11 લોકો મોતને ભેટયા
ઉત્તર પ્રદેશના શાહજહાંપુરની ઘટના-પુરપાટ ઝડપે આવેલાં ટ્રકે ૧૧ નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતાર્યા
શાહજહાંપુર, ભગવાનનું નામ લઈને તીર્થ યાત્રા પર જઈ રહેલાં શ્રદ્ધાળુઓનો એક પુરપાટ ઝડપે આવતા ટ્રકે ભોગ લીધો. માતેલાં સાંઢની જેમ પુરપાટ ઝડપે આવેલાં હેવી ટ્રકે નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારી દીધાં. આ ઘટના બાદ આખું સરકારી તંત્ર દોડતું થઈ ગયું. ખુદ રાજ્યના મુખ્યમંત્રીએ પણ આ ઘટનાની નોંધ લીધી.
ઉલ્લેખનીય છેકે, આ ઘટના બની છે ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં. જ્યાં મોત બનીને માતેલાં સાંઢની જેમ પુરપાટ ઝડપે લહેરાતો ટ્રક આવ્યો અને પૂર્ણગિરી જઈ રહેલા ૧૧ ભક્તોને કચડી નાંખ્યાં. આ ઘટનામાં આંખના પલકારામાં જ ઘટના સ્થળ પર જ ૧૧ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. UP: 11 people died and 10 injured after a truck turned turtle on top of a bus in Khutar PS area of Shahjahanpur.
શાહજહાંપુરમાં પથ્થરોથી ભરેલી ટ્રક પાર્ક કરેલી બસ સાથે અથડાતાં મોટો માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ૧૧ લોકોએ જીવ ગુમાવ્યા હતા. હાલ ઘણા ઘાયલોની હાલત નાજુક હોવાનું કહેવાય છે.
શાહજહાંપુરમાં શનિવાર અને રવિવારની વચ્ચેની રાત્રે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો, જેમાં ૧૧ લોકોના આંખના પલકારામાં મોત થયા હતા. આ માર્ગ અકસ્માત ત્યારે થયો જ્યારે સીતાપુરથી પૂર્ણાગિરી જઈ રહેલી શ્રદ્ધાળુઓથી ભરેલી બસ શાહજહાંપુરમાં ખાવા-પીવા માટે રોકાઈ હતી. તે જ સમયે પત્થરોથી ભરેલી ટ્રક રસ્તા પર કાબુ બહાર જઈને બસ સાથે અથડાઈ હતી અને તેના પર પલટી ગઈ હતી.
જેના કારણે બસમાં સવાર મુસાફરોને કોઈ તક મળી ન હતી અને હોબાળો મચી ગયો હતો. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે બસ રોડની બાજુમાં ઉભી હતી. આ દરમિયાન એક પથ્થરો ભરેલું ડમ્પર બસ પર પલટી મારી ગયું હતું. આ ઘટનામાં અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યો. ઘટનામાં એવા ઘણા લોકો હતા જેમણે પોતાના ભાઈ, પિતા, માતા અને બાળકો ગુમાવ્યા છે. એવી અપેક્ષા છે કે સરકાર આજે જ મૃતકો અને ઘાયલો માટે વળતરની જાહેરાત કરી શકે છે.
ટ્રક પથ્થરોથી ભરેલી હતી અને ક્રેન કે અન્ય મદદ પહોંચી ત્યાં સુધીમાં ૧૧ લોકોના કરૂણ મોત થયા હતા. એક ડઝનથી વધુ શ્રદ્ધાળુઓ પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. ખાનગી બસ ભક્તો સાથે સીતાપુરથી પૂર્ણાગિરી જઈ રહી હતી અને શાહજહાંપુરના એક ઢાબા પર ભોજન લેવા માટે રોકાઈ હતી.
આ ઘટના ખુટાર પોલીસ સ્ટેશન વિસ્તારના ગોલા બાયપાસ રોડ પર બની હતી, જ્યાં પથ્થરોથી ભરેલો ટ્રક ઢાબા પાસે પાર્ક કરેલી ખાનગી બસને અથડાયો હતો અને બસ પર જ પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં બસમાં મુસાફરી કરી રહેલા ૧૧ લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા.