ગોધરામાં UPના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો ભવ્ય રોડ શો યોજાયો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/12/Manoj4.jpg)
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગુજરાતમાં બીજા તબક્કાના મતદાન માટે હવે ગણતરીના દિવસો બાકી છે જેના પગલે ભાજપ-કોંગ્રેસ અને આપ સહિતના રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોને જીતાડવા એડીચોટીનું જાેર લગાવી રહ્યા છે જે અંતર્ગત ભાજપે પણ કેન્દ્રીય મંત્રી અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીને મેદાનમાં ઉતાર્યા છે
ત્યારે મંગળવારે ગોધરામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો રોડ શો યોજાયો હતો જેમાં યોગીની એક ઝલક જાેવા માનવ મહેરાણ ઉમટ્યું હતું.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંગળવારે ગુજરાત વિધાનસભાના ચૂંટણી પ્રચાર દરમિયાન ગોધરા વિધાનસભા ક્ષેત્રમાં રોડ શો કર્યો હતો. ભાજપે વર્તમાન ધારાસભ્ય સી.કે.રાઉલજીને મેદાનમાં ઉતાર્યા છે. જનતાએ ભગવો લહેરાવીને યોગીજીને જય શ્રી રામ કહીને વધાવ્યા હતા
જ્યારે તેમનું સ્વાગત ફૂલોની વર્ષા અને ઢોલ-નગારાની સાથે સન્માન કરવામાં આવ્યું ત્યારે યોગી આદિત્યનાથે પણ હાથ મિલાવીને લોકોને શુભેચ્છા પાઠવી હતી.યોગીની એક ઝલક મેળવવા લોકો છત પર ચડ્યારોડ શો દરમિયાન યોગી આદિત્યનાથની એક ઝલક જાેવા માટે લોકો છત, વાહનો અને દિવાલો પર ચઢી ગયા હતા એટલું જ નહીં સમગ્ર ગોધરા યોગી યોગીના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોધરા ના લાલબાગ ખાતે જનસભા સંબોધી હતી જે વેળાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવા માટેની અપીલ કરી હતી.