યુપી સરકારે ફિલ્મસિટી સ્થાપવા 1000 એકર જમીન ઓળખી કાઢવામાં આવી
– મુખ્ય મંત્રી યોગી ગૌતમ બુદ્ધ નગરમાં સમર્પિત ઇન્ફોટેઇનમેન્ટ ઝોન (ફિલ્મસિટી) સ્થાપવા માટે મહત્ત્વાકાંક્ષી યોજના રજૂ કરી – ફિલ્મ જગત કહે છે, યોગ્ય સમયે યોગ્ય પગલું લેવાયુઃ આ વિચારની સરાહના કરે છે અને આવી ઘોષણા માટે યુપી સરકારનો આભાર માને છે
– યુપીમાં દર્શાવવા માટે નૈસર્ગિક લોકાલ્સ, ધાર્મિક વારસો અને સાંસ્કૃતિક વૈવિધ્યતાનો સમૃદ્ધ ઇતિહાસ છેઃ મુખ્ય મંત્રી –– ફિલ્મસિટી માટે પ્રસ્તાવિત જમીન અત્યંત આદર્શ અનુકૂળ સ્થળ છેઃ મુખ્ય મંત્રી
લખનૌ – ઉત્તર પ્રદેશમાં ફિલ્મ સિટી વિશે ઘોષણાના જૂજ દિવસોમાં મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે મંગળવારે સમર્પિત ઇન્ફોટેઇનમેન્ટ (ફિલ્મસિટી) ઝોન સ્થાપવાની મહત્ત્વાકાંક્ષી યોજના રજૂ કરી હતી અને ફિલ્મ જગતને રાજ્યમાં આવવા માટે ખુલ્લી ઓફર રજૂ કરી છે. તેમણે આ સમયે જણાવ્યું કે યમુના એક્સપ્રેસવે ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ ઓથોરિટી (YEIDA) દ્વારા ગૌતમ બુદ્ધ નગરમાં 1000 એકર જમીન ઓળખી કાઢવામાં આવી છે, જ્યાં સર્વ વિશ્વ કક્ષાની સિવિલ, પબ્લિક અને ટેકનોલોજિકલ સુવિધાઓ સાથે ઇન્ફોટેઇનમેન્ટ ઝોન સ્થાપવામાં આવશે.
રાજ્ય સરકારે તુરંત આ યોજના પર પગલાં લીધા તે બદલ ફિલ્મી હસ્તીઓએ સરાહના કરી હતી અને કહ્યું કે આ યોગ્ય સમયે યોગ્ય પગલું છે. વાસ્તવમાં તેમણે મુખ્ય મંત્રી સાથે વાત કરી હતી, જેમણે યુપીમાં ફિલ્મોદ્યોગ સ્થાપવા માટે તેમની સાથે મિટિંગનું અધ્યક્ષ સ્થાન શોભાવ્યું હતું.
મુખ્ય મંત્રીએ જણાવ્યું કે પ્રસ્તાવિત જગ્યા નવી દિલ્હીથી ફક્ત એક કલાક દૂર છે અને જેવારમાં એશિયાનું સૌથી વિશાળ ગ્રીનફિલ્ડ એરપોર્ટ પ્રસ્તાવિત આંતરરાષ્ટ્રીય એરપોર્ટની નજીક છે. તાજના શહેર આગ્રા અને કૃષ્ણનું જન્મસ્થળ મથુરાથી પણ આ જગ્યા નજીક છે અને નોઇડામાં પ્રસ્તાવિત લોજિસ્ટિક હબ, પ્રસ્તાવિત ડ્રાય પોર્ટ અને ફ્રેઇટ કોરિડોરની નજીક છે, જેને લીધે પરિવહન અને અવરજવરની સર્વ સુવિધાઓ મળી રહેશે.
મુખ્ય મંત્રીએ જણાવ્યું કે યુપી સાત રાજ્યોથી ઘેરાયેલું છે અને કોઈ પણ અન્ય રાજ્યોની તુલનામાં સંસ્કૃતિ, બોલીભાષાઓ અને ધાર્મિક, વેદિક અને પૌરાણિક ઐતિહાસિક રીતે સમૃદ્ધ છે. રાજ્યની આ ખૂબીઓ અને પરંપરાઓ ઉત્તર પ્રદેશના વિશાળ નૈસર્ગિક અને આધ્યાત્મિક ફલકને વિસ્તારે છે.
તેમણે જણાવ્યું હતું કે દેશમાં સૌથી ઉત્તમ સમર્પિત ઇન્ફોટેઇનમેન્ટ ઝોન બનાવવાનો પ્રયાસ કરાશે. હાલમાં ઓટીટી અને મિડિયા સ્ટ્રીમિંગ મંચોનો પ્રવાહ વધ્યો છે તેનાથી સરકાર સારી રીતે વાકેફ છે, જેથી આંતરરાષ્ટ્રીય સ્તરના સર્વ પૂર્વ-નિર્માણ અને પશ્ચાત નિર્માણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રોસેસિંગ લેબ્સ, વીએફએક્સ અને ડિજિટલ ટેકનોલોજી આ ઝોનમાં પૂરી પાડવામાં આવશે. અમારી પાસે સ્થળો છે, અમારી પાસે સાંસ્કૃતિક વૈવિધ્યતા છે અને અમારી પાસે માનવબળ છે અને હવે અત્યાધુનિક સુવિધાઓ સાથેની ફિલ્મસિટી બનશે. ઉત્તર પ્રદેશમાં ફિલ્મસિટી માટે આ આદર્શ કેસ છે, એમ મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું કે ઉદ્યોગોની બધી નીતિઓ અહીં આવવા માગનાર માટે લાગુ થશે અને અહીં આવીને તેમના સ્ટુડિયો સ્થાપવા માગનાર માટે સિંગલ વિંડો યંત્રણાનો ઉપયોગ કરાશે. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારની ફિલ્મ નીતિ – 2018 માં કેટલીક સ્પષ્ટ જોગવાઈઓ છે. આમ છતાં જો અમુક પ્રસ્તાવો ફિલ્મ જગતમાંથી આવે તો સરકાર તે પણ ધ્યાનમાં લેશે.
વાસ્તવમાં શ્રી વિજયેન્દ્ર પ્રસાદ, શ્રી અશોક પંડિત, ગાયક શ્રી કૈલાશ ખેર, નિર્માતા- દિગ્દર્શકો શ્રી મનોજ જોશી, શ્રી નીતિન દેસાઈ, શ્રી વિનોદ બચ્ચન, ગાયક શ્રી પ્રજ્ઞા કુમાર, ઉદિત નારાયણ અને શ્રી અનુપ જલોટા સહિતની અનેક ફિલ્મી હસ્તીઓ મિટિંગમાં હાજર હતી, જ્યારે શ્રીમતી સૌંદર્ય રજનીકાંત, શ્રી અનુપમ ખેર, નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (એનએસડી)ના ચેરમેન અતુલ અગ્નિહોત્રી, શ્રી પરેશ રાવળ, ગીતકાર મનોજ મુનતાશિર અને શ્રી સતીશ કૌશિકે વર્ચ્યુઅલ મંચ પર મુખ્ય મંત્રી સાથે વાર્તાલાપ કર્યો હતો.
In fact a number of film personalities including Shri Vijayendra Prasad, Shri Ashok Pandit, Shri Kailash Kher, Singer, Shri Manoj Joshi, Producer-Director, Shri Nitin Desai, Producer-Director, Shri Vinod Bachchan, Producer-Director, Shri Pragya Kumar, Singer Shri Udit Narayan and Shri Anup Jalota were present in the meeting while Smt. Saundarya Rajnikant, Shri Anupam Kher, Shri Atul Agnihotri, The Chairman of National School of Drama (NSD) Shri Paresh Rawal, Lyricist Manoj Muntasir and Shri Satish Kaushik interacted with the CM on virtual platform.
રાજ્ય સરકાર દ્વારા તુરંત આ દિશામાં પગલાં લેવાતાં હકારાત્મક પ્રતિસાદ પ્રાપ્ત થયો છે, કારણ કે અવ્વલ આર્ટ ડાયરેક્ટર શ્રી નીતિન દેસાઈએ મુંબઈની જેમ જ આખી ફિલ્મસિટી સ્થાપવાની ઓફર કરી હતી. તેમણે એવો અભિપ્રાય આપ્યો હતો કે મુંબઈના ફિલ્મોદ્યોગમાં આશરે 80 ટકા ટેકનિશિયનો અને કાર્યબળ યુપીનું છે અને યુપીમાં જ આ ઉદ્યોગ સ્થાપિત થવા પર માનવબળની ઉપલબ્ધિની સમસ્યા ક્યારેય નહીં નડશે. અન્ય એક ઓફરમાં સિંગાપોર સ્થિત કંપની વિસ્તાઝ મિડિયા (Vistas Media) ના શ્રી સંદીપ સિંહે 10 મિલિયન ડોલરના આરંભિક રોકાણ સાથે ફિલ્મ એકેડેમી સ્થાપવાની ઓફર કરી હતી.
ફિલ્મ પ્રોડ્યુસર એસોસિયેશનના ચેરમેન શ્રી અશોક પંડિતે રાજ્ય સરકારના પૂર્વસક્રિય પગલાંનું સ્વાગત કર્યું હતું અને તેમણે જણાવ્યું કે હિંદી ફિલ્મોની પાર તેને જોવું જોઈએ અને અહીં બહુભાષી ફિલ્મો પણ બનાવી શકાય. આખરે ભોજપુરી ફિલ્મો અહીં જ બનાવવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.
પીઢ અભિનેતા શ્રી અનુપમ ખેરે જણાવ્યું હતું કે પ્રસ્તાવિત ફિલ્મસિટી વૈશ્વિક માન્યતા ધરાવવી જોઈએ અને ધરાવશે. તેમણે તાલીમ પર ભાર આપવા જણાવ્યું હતું અને અમુક ટ્રેનિંગ લોજિસ્ટિક્સમાં ઉત્ક્રાંતિ લાવવા પૂછ્યું હતું. નામાંકિત ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક શ્રી સતીશ કૌશિકે હાલમાં જ યુપીમાં કાગઝ ફિલ્મનું શૂટિંગ કર્યું હતું. તેમણે જણાવ્યું કે યુપીએ ફિલ્મ વ્યાવસાયિકો અને ઊભરતા લોકોને ઉત્તમ વિકલ્પ આપ્યો છે.
પ્રસ્તાવિત ફિલ્મસિટીનું વિંટેજ સ્થળ ઉત્તરીય પ્રદેશના વિશાળ ભૂગોળ અને જનસંખ્યાને પહોંચી વળે છે. ગીચકાર મનોજ મુંતાસીરે હિંદી ફિલ્મ ઉદ્યોગને હિંદીભાષી પટ્ટામાં લાવવા માટે યુપી સરકારનું સ્વાગત કર્યું હતું. યુપીમાં ફિલ્મ સંસ્થા અને સંગીત અકાદમી સ્થાપિત થાય તો સ્થાનિક ખૂબીઓ અને વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિને વધુ ગતિ મળશે, એમ તેમણે જણાવ્યું હતું. તમિળ ઉદ્યોગના ફિલ્મકાર સૌંદર્યએ જણાવ્યું હતું કે એનિમેશન, ડિજિટલ ટેકનોલોજી અને અન્ય સુવિધાઓ સમયની જરૂર છે અને યુપીની ફિલ્મસિટીમાં તે પ્રસ્તાવિત છે.
નામાંકિય ગાયકો ઉદિત નારાયણ, કૈલાશ ખેર અને અનુપ જલોટાએ ટૂંક સમયમાં જ આ મોટું કાર્ય હાથ ધરવા માટે ઉત્તર પ્રદેશ સરકાર અને મુખ્ય મંત્રીની સરાહના કરી હતી. આ અવસરે ઇન્ફ્રાસ્ટ્રકચર એન્ડ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કમિશનર (આઈઆઈડીસી) શ્રી આલોક ટંડન, માહિતી અને ગૃહ ખાતાના વધારાના મુખ્ય સચિવ શ્રી અવનીશ કુમાર અવસ્થી, મુખ્ય મંત્રીના વધારાના મુખ્ય સચિવ શ્રી એસ. પી. ગોયલ અને માહિતી ખાતાના સંચાલક શિશિર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા.