Western Times News

Gujarati News

ઝેરોક્ષની દુકાન ચલાવતા યુવકનું કારસ્તાન-૫૦૦થી વધુ બેન્ક ખાતા ક્લોન કરી લાખો વગે કરી લીધા

માસ્ટરમાઈન્ડે ફિંગરપ્રિન્ટની ક્લોનિંગ કરવાનું ગ્લૂ ગન અને ગુંદર જેવા અન્ય પદાર્થો વડે ઓનલાઈન શીખ્યું હતું

શારજહાંપુર,  ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં પોલીસે ૨૬ વર્ષના યુવક ગૌરવ સહિત ૬ લોકોની ધરપકડ કરી છે. ગૌરવ પર આરોપ છે કે તેણે ૫૦૦થી વધારે બેંક એકાઉન્ટનું ક્લોનિંગ કરીને ખાતામાંથી કિસાન સન્માન યોજના, વૃદ્ધાવસ્થા પેન્શન સહિત અન્ય સરકારી યોજનઓના લાભાર્થિઓના ખાતામાંથી રકમ ઉપાડી લીધી.

ચોંકાવનારી વાત એ છે કે માસ્ટરમાઈન્ડ ગૌરવે જણાવ્યું કે, ફિંગરપ્રિન્ટની ક્લોનિંગ કરવાનું તેણે ગ્લૂ ગન અને ગુંદર જેવા અન્ય પદાર્થો વડે ઓનલાઈન શીખ્યું હતું. એક ફિંગરપ્રિન્ટનું ક્લોનિંગ કરવામાં તેને માત્ર ૫ રૂપિયાનો ખર્ચો થતો હતો.
ગૌરવે ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો છે અને તે પોતાની ઝેરોક્ષની દુકાન ચલાવે છે.

તેનું આ છેતરપિંડીનું રેકેટ જલાલાબાદથી સંચાલિત કરવામાં આવી રહ્યું હતું. પોલીસને તેની પાસેથી ઘણા આધારકાર્ડ અને બેંક પાસબુક સાથે લાભાર્થિઓના લગભગ ૫૦૦ ક્લોન કરેલી ફિંગરપ્રિન્ટ્‌સ મળી આવી છે.

આઈજી રાજેશ પાંડેએ જણાવ્યું કે, ઘણા લોકોની ફરિયાદ મળી હતી કે સરકારથી બેંકમાં રકમ આવવા છતાં પણ તેમના એકાઉન્ટ સુધી મદદની રકમ પહોંચી નથી. ઘણી ફરિયાદો બાદ પોલીસે આ મામલે ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપી છે.

પૂછપરછ દરમિયાન ગૌરવે જણાવ્યું કે તે બેંક-મિત્રો માટે ગ્લૂ-ગન અને ગુંદર જેવી વસ્તુઓનો ઉપયોગ કરીને ફ્રિંગરપ્રિન્ટ્‌સ બનાવતા. દરેક ફિંગરપ્રિન્ટ ક્લોનિંગમાં માત્ર ૫ રૂપિયાનો જ ખર્ચ આવતો. આઈજીએ જણાવ્યું કે, આરોપી બેંક ખાતાઓને હેક કરીને ક્લોનિંગ કરેલા ફિંગરપ્રિન્ટ્‌સથી એકાઉન્ટથી રૂપિયા કાઢી લેતા હતા. આરોપીઓ પાસેથી ઘણી નકલી નોટો મળી આવી છે.

પોલીસે જણાવ્યું કે, આરોપી મોટાભાગે અણભ લોકોને ટાર્ગેટ કરતા હતા. તેમણે ક્લોનિંગ અને એકાઉન્ટથી રૂપિયા કાઢવાની પ્રક્રિયા ઓનલાઈન શીખી લીધી. પોલીસ હવે પ્રયાસ કરી રહી છે કે આ પ્રકારની સામગ્રીઓને ઈન્ટરનેટ પરથી કેવી રીતે હટાવવી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.