UP: નગરપાલિકાની ચૂંટણીની તારીખો જાહેર, બે તબક્કામાં મતદાન થશે
લખનૌ, ઉત્તર પ્રદેશમાં નગરપાલિકાની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે. આ ચૂંટણી માટે બે તબક્કામાં મતદાન યોજાશે. જેમાં પ્રથમ તબક્કામાં ૪ મેના રોજ મતદાન યોજાશે અને બીજા તબક્કામાં ૧૧ મેના રોજ મતદાન થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, મેયર અને પાલિકા પ્રમુખની ચૂંટણી માટે ઇવીએમ દ્વારા મતદાન યોજવામાં આવશે. જ્યારે નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીમાં બેલેટ પેપર દ્વારા મતદાન કરવામાં આવશે. આ ચૂંટણીની મતગણતરી ૧૩ મેના રોજ કરવામાં આવશે.
ચૂંટણીપંચ દ્વારા આપવામાં આવેલી સૂચના અનુસાર ઉત્તર પ્રદેશની મ્યુનિસિપલ સંસ્થાઓમાં કુલ ૧૪,૬૮૪ બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ઉપરાંત રાજ્યના ૧૭ મેયર અને ૧૪૨૦ કાઉન્સિલરની ચૂંટણી ઈવીએમ દ્વારા હાથ ધરવામાં આવશે.
જ્યારે નગરપાલિકા અને નગર પંચાયતની જગ્યાઓ પર બેલેટ પેપર દ્વારા મતદાન થશે. સંવેદનશીલ સ્થળો માટે વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવા ચૂંટણી પંચને સૂચના આપવામાં આવી છે. નગરપાલિકા અને નગર પંચાયતની જગ્યાઓ પર બેલેટ પેપર દ્વારા મતદાન થશે, જે પૈકી નગર પાલિકા પરિષદના ૧૯૯ ચેરમેન અને ૫૩૨૭ સભ્યો માટે મતદાન થશે.
ઉત્તર પ્રદેશના ૯ જિલ્લામાં ૪ મેના રોજ ચૂંટણી યોજાશે. જેમાં સહારનપુર, મુરાદાબાદ, આગ્રા, ઝાંસી, પ્રયાગરાજ, લખનઉ, દેવીપાટન, ગોરખપુર અને વારાણસી વિભાગનો સમાવેશ થાય છે. જ્યારે બાકીના ૯ જિલ્લા મેરઠ, બરેલી, અલીગઢ, કાનપુર, ચિત્રકૂટ, અયોધ્યા, બસ્તી, આઝમગઢ અને મિર્ઝાપુર મંડલ ૧૧ મેના રોજ મતદાન કરશે.
અનામત અંગે બહાર પાડવામાં આવ્યું હતું જાહેરનામું ચૂંટણીપંચની નગરપાલિકાની તૈયારી ગયા વર્ષથી જ ચાલી રહી હતી. ઉત્તર પ્રદેશ સરકારે અગાઉથી જ નાગરિક સંસ્થાઓની ચૂંટણીમાં અનામત અંગે જાહેરનામું બહાર પાડ્યું હતું. જેમાં અનામત અને બિનઅનામત બેઠકો વિશે માહિતી આપવામાં આવી હતી. અનામત અંગેના વિવાદને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.
જેમાં સરકારની અનામત યાદીને પડકારવામાં આવી હતી. આ મુદ્દે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર કમિટીની રચના કરવામાં આવી હતી. જે બાદ ઓબીસી અનામત લાગુ થયા બાદ હવે ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી હતી.HS1MS