Western Times News

Gujarati News

યુપી-પંજાબ-હરિયાણામાં મળશે ગરમીથી રાહત

નવી દિલ્હી, રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યો આકરી ગરમી સામે ઝઝૂમી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગે આજથી આગામી કેટલાક દિવસો સુધી ગરમીમાંથી રાહત મળવાની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઉત્તર ભારતના રાજ્યોમાં આજ (૨૪ મે) થી ૨૭ મે સુધી વરસાદની સંભાવના છે. UP-Punjab-Haryana will get relief from heat

વિભાગના જણાવ્યા અનુસાર આજે રાષ્ટ્રીય રાજધાનીમાં લઘુત્તમ તાપમાન ૨૭ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૩૯ ડિગ્રી સુધી નોંધાઈ શકે છે. આ સાથે IMDએ પણ રાજધાનીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.

ઉત્તર પ્રદેશના હવામાન પર નજર કરીએ તો આજે મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૩ ડિગ્રી સુધી નોંધાઈ શકે છે. રાજધાની લખનઉ સહિત ગાઝિયાબાદ, નોઈડામાં વરસાદની ગતિવિધિઓ જાેવા મળશે. આ સિવાય ઘણા શહેરોમાં જાેરદાર પવન ફૂંકાતા જાેવા મળી શકે છે. IMDએ પણ બિહારમાં હવામાનમાં ફેરફારની શક્યતા વ્યક્ત કરી છે.

વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસ એટલે કે ૨૭ મે સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળશે. આ સાથે તાપમાનમાં પણ ઘટાડો જાેવા મળશે. તેવી જ રીતે પંજાબ અને હરિયાણામાં પણ હવામાન યથાવત રહી શકે છે.

આ સિવાય પશ્ચિમ બંગાળ, કેરળના કેટલાક ભાગોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યાં જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં હિમવર્ષા થવાની સંભાવના છે.

ગુજરાતમાં અત્યારે આગઝરતી ગરમી પડી રહી છે, ગરમીથી લોકો પરેશાન થઇ ગયા છે, ત્યારે આ બધાની વચ્ચે એક ખાસ અને રાહતના સમાચાર સામે આવ્યા છે, હવે ગરમીનો પારો નીચે આવશે, એટલે કે રાજ્યમાં ગરમી ઓછી થઇ જશે. હવામાન અપડેટ અનુસાર, રાજ્યમાં હવે બહુ જલદી ગરમીનો પારો નીચે આવી શકે છે, અને રાજ્યમાં ગરમીથી રાહત મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા આગામી ૨૪ કલાક બાદ તાપમાનમાં ઘટાડો થશે અને ગરમીથી રાહત મળશે.

લગભગ તાપમાનમાં ૩ થી ૪ ડિગ્રીની સુધીનો ઘટાડો નોંધાશે એટલે કે આવતીકાલથી ગરમી ઓછી થઇ શકે છે. આવતીકાલથી રાજ્યમાં ભારે પવનો પણ ફૂંકાશે, રિપોર્ટ પ્રમાણે, ૩૦ થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ પવન ફૂંકાશે. આને ધ્યાનમાં રાખીને ૨૩ થી ૨૬ મે સુધી માછીમારોને દરિયો ના ખેડવા માટે સૂચના પણ આપી દેવાઇ છે, રાજ્યમાં પશ્ચિમી પવનો ફૂંકાઇ રહ્યા છે જેના કારણે ગરમીથી રાહત મળશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.